ન્યુ ઝીલૅન્ડ-ઇંગ્લૅન્ડ T20 સિરીઝની ઓપનિંગ મૅચ પર ફરી વળ્યું પાણી

19 October, 2025 10:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇંગ્લૅન્ડે ૧૧.૩ ઓવરમાં ૮૧ રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. છઠ્ઠા ક્રમે રમીને ઑલરાઉન્ડર સૅમ કરૅને ૩૫ બૉલમાં અણનમ ૪૯ રન કરી સ્કોર ૬ વિકેટે ૧૫૩ રન કર્યો હતો

પચાસમી T20 ઇન્ટરનૅશનલ મૅચ રમવા ઊતરેલા ઇંગ્લૅન્ડના કૅપ્ટન હેરી બ્રુકને સ્પેશ્યલ કૅપ આપતો બ્રાયડન કાર્સ.

ક્રાઇસ્ટચર્ચમાં આયોજિત યજમાન ન્યુ ઝીલૅન્ડ અને ઇંગ્લૅન્ડ વચ્ચેની ત્રણ મૅચની સિરીઝની પહેલી મૅચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. ઇંગ્લૅન્ડે ૧૧.૩ ઓવરમાં ૮૧ રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. છઠ્ઠા ક્રમે રમીને ઑલરાઉન્ડર સૅમ કરૅને ૩૫ બૉલમાં અણનમ ૪૯ રન કરી સ્કોર ૬ વિકેટે ૧૫૩ રન કર્યો હતો. તેણે ત્રણ ફોર અને બે સિક્સર ફટકારી હતી.

સૂર્યાસ્તના સમયે સ્ટેડિયમના આકાશમાં સુંદર દૃશ્યો સર્જાયાં હતાં પણ ત્યાર બાદ ભારે વરસાદને કારણે ન્યુ ઝીલૅન્ડ બૅટિંગમાં ઊતરી શક્યું નહોતું. સિરીઝની બાકીની બે મૅચ સોમવારે અને ગુરુવારે ક્રાઇસ્ટચર્ચમાં રમાશે. 

sports news sports cricket news new zealand england t20