IPL 2025ની બાકીની ૧૭ મૅચ ૧૭ મેથી ત્રીજી જૂન સુધી ૬ વેન્યુ પર રમાશે

13 May, 2025 07:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્લેઑફ્સ માટેની મૅચો માટેનાં સ્થળની વિગતો પછીથી જાહેર કરવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર

ભારતીય ક્રિકેટ બોર્ડે ગઈ કાલે IPL 2025ની બાકીની ૧૭ મૅચનું શેડ્યુલ અને વેન્યુની જાહેરાત કરી છે જેમાં ધરમશાલામાં અધવચ્ચે અટકેલી પંજાબ કિંગ્સ અને દિલ્હી કૅપિટલ્સની મૅચનો પણ સમાવેશ થાય છે. ૧૭થી ૨૭ મે સુધી મુંબઈ, બૅન્ગલોર, જયપુર, દિલ્હી, અમદાવાદ અને લખનઉ જેવાં ૬ વેન્યુ પર લીગ મૅચો રમાશે, જ્યારે ૨૯ મેથી ત્રીજી જૂન સુધી રમાનારી પ્લેઑફ્સ માટેની ચાર મૅચનાં વેન્યુ પછીથી જાહેર કરવામાં આવશે. 

બાકીની ૧૭ મૅચનું શેડ્યુલ ઃ ૧૭ મે : બૅન્ગલોર-કલકત્તા (બૅન્ગલોર), ૧૮ મે : રાજસ્થાન-પંજાબ (જયપુર), ૧૮ મે: દિલ્હી-ગુજરાત (દિલ્હી), ૧૯ મે : લખનઉ-હૈદરાબાદ (લખનઉ), ૨૦ મે : ચેન્નઈ-રાજસ્થાન (દિલ્હી), ૨૧ મે : મુંબઈ-દિલ્હી (મુંબઈ), ૨૨ મે : ગુજરાત-લખનઉ (અમદાવાદ), ૨૩ મે:
બૅન્ગલોર-હૈદરાબાદ (બૅન્ગલોર), ૨૪ મે : પંજાબ-દિલ્હી (જયપુર, ૮ મેએ અધૂરી રહેલી મૅચ), ૨૫ મે : ગુજરાત-ચેન્નઈ (અમદાવાદ), 
૨૫ મે : હૈદરાબાદ-કલકત્તા (દિલ્હી), ૨૬ મે : પંજાબ-મુંબઈ 
(જયપુર),   ૨૭ મે :લખનઉ-બૅન્ગલોર (લખનઉ),  ૨૯ મે : ક્વૉલિફાયર-વન, 
૩૦ મે : એલિમિનેટર, ૧ જૂન : ક્વૉલિફાયર-ટૂ, ૩ જૂન : ફાઇનલ 

IPL 2025 indian premier league indian cricket team cricket news sports news sports