ઍશિઝ અને SA20 લીગનું પણ શેડ્યુલ જાહેર થયું

24 July, 2026 12:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૧ ફેબ્રુઆરીએ ફાઇનલ મૅચ રમાશે. ૬ ટીમો વચ્ચે ૩૪ મૅચ બાદ વિજેતા નક્કી થશે.  

ઍશિઝ ટેસ્ટ-સિરીઝની ટ્રોફી.SA20 લીગની ટ્રોફી.

ગઈ કાલે ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ મેન્સ-વિમેન્સ ઍશિઝ 2027 અને સાઉથ આફ્રિકાએ SA20ની આગામી સીઝનના શેડ્યુલની મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી હતી. છેલ્લી SA20 સીઝનના ચૅમ્પિયન સનરાઇઝર્સ ઈસ્ટર્ન કેપ અને રનર-અપ પ્રિટોરિયા કૅપિટલ્સ વચ્ચે ૨૦૨૭ની ૧૭ જાન્યુઆરીએ પાંચમી સીઝનની ઓપનિંગ મૅચ રમાશે. ૨૧ ફેબ્રુઆરીએ ફાઇનલ મૅચ રમાશે. ૬ ટીમો વચ્ચે ૩૪ મૅચ બાદ વિજેતા નક્કી થશે.  

૨૦૨૩ બાદ ફરી એક વખત મેન્સ અને વિમેન્સ ઍશિઝ સિરીઝ એકસાથે રમાશે. યજમાન ઇંગ્લૅન્ડ અને ઑલ્ટ્રેલિયાની મેન્સ ટીમો વચ્ચે પાંચ ટેસ્ટ-મૅચની સિરીઝ ૨૦૨૭ની ૧૮ જૂનથી બે ઑગસ્ટ વચ્ચે રમાશે. વિમેન્સ ટીમોની મલ્ટિ-ફૉર્મેટ ઍશિઝ ૨૪ જૂનથી ૨૦ જુલાઈ દરમ્યાન રમાશે.

cricket news south africa sports news sports england