08 September, 2026 08:20 AM IST | Thiruvananthapuram | Gujarati Mid-day Correspondent
કેરલા ક્રિકેટ લીગ
ક્રિકેટ જગતમાં ભાગ્યે જ બની હોય એવી ઘટના હાલમાં કેરલા ક્રિકેટ લીગમાં જોવા મળી હતી. આ લીગની ત્રીજી સીઝનમાં હાલમાં થ્રિસુર ટાઇટન્સે પહેલી વખત ટ્રોફી ઉપાડી હતી. ફાઇનલ પછી આખી ટીમ હૉસ્પિટલ પહોંચી હતી.
મૅચ દરમ્યાન સાથી ખેલાડી સાથે ગંભીર ટક્કરમાં શૉન રોજર નામના ખેલાડીને ડાબા હાથમાં મોટી ઇન્જરી થઈ હતી. આ ઇન્જરીને કારણે તે સીધો હૉસ્પિટલ પહોંચ્યો હતો. જીતની ઉજવણી માટે આખી ટીમ સ્ટેડિયમથી હૉસ્પિટલ ટ્રોફી લઈને પહોંચી હતી. આ ઘટનાને ટીમની એકતા અને સહાનુભૂતિના ઉદાહરણ તરીકે બિરદાવવામાં આવી રહી છે.