✕

હૈદરાબાદી ક્રિકેટર્સ તિલક અને નીતીશે પઠાણ બ્રધર્સનો ૧૭ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો

26 October, 2026 03:04 PM IST  |  New Zealand | Gujarati Mid-day Correspondent

આ મૅચમાં સાતમી વિકેટ માટે તિલક વર્મા અને નીતીશ કુમાર રેડ્ડીએ ૩૦ બૉલમાં ૬૯ રનની પાર્ટનરશિપ કરી હતી. હૈદરાબાદના આ ૨૩-૨૩ વર્ષના ક્રિકેટર્સે મળીને ૧૭ વર્ષ પહેલાંનો બરોડાના પઠાણ બ્રધર્સનો રેકૉર્ડ તોડ્યો હતો.

હૈદરાબાદી ક્રિકેટર્સ

શનિવારે ન્યુ ઝીલૅન્ડ સામે ટીમ ઇન્ડિયાએ રોમાંચક રન-ચેઝ દેખાડી હતી. ૭૦ રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવ્યા પછી ભારતે ૧૮૧ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.T20 ઇન્ટરનૅશનલમાં ફુલ મેમ્બર નેશન ટીમો વચ્ચેની મૅચમાં ૭૦ કે એથી નીચેના સ્કોર પર અડધી ટીમ આઉટ થવા છતાં ટીમ ઇન્ડિયાએ સૌથી મોટો સ્કોર નોંધાવ્યો હતો. 
આ મૅચમાં સાતમી વિકેટ માટે તિલક વર્મા અને નીતીશ કુમાર રેડ્ડીએ ૩૦ બૉલમાં ૬૯ રનની પાર્ટનરશિપ કરી હતી. હૈદરાબાદના આ ૨૩-૨૩ વર્ષના ક્રિકેટર્સે મળીને ૧૭ વર્ષ પહેલાંનો બરોડાના પઠાણ બ્રધર્સનો રેકૉર્ડ તોડ્યો હતો. ભારત માટે ફુલ મેમ્બર નેશન ટીમો વચ્ચેની મૅચોમાં રન-ચેઝ સમયે સાતમી કે એથી નીચેની વિકેટ માટે કરવામાં આવેલી આ સૌથી મોટી ભાગીદારી છે. ૨૦૦૯માં યુસુફ પઠાણ અને ઇરફાન પઠાણે શ્રીલંકા સામે ૫૯ રનની અણનમ ભાગીદારી કરી હતી. 
વાઇસ-કૅપ્ટન તિલક વર્મા ૨૬ બૉલમાં અણનમ ૫૧ રન ફટકારીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. પુરુષોની T20 ક્રિકેટમાં રન-ચેઝ કરતી વખતે ૧૦૦ ટકા જીતની ટકાવારી સાથે સૌથી વધુ વખત અણનમ રહેવાના પોતાના જ વિશ્વ રેકૉર્ડને તેણે આગળ વધાર્યો છે. તે ૨૬ વખત રન-ચેઝ દરમ્યાન અણનમ રહ્યો છે અને દરેક વખતે તેની ટીમનો વિજય થયો છે.  

tilak varma nitish kumar reddy hyderabad new zealand team india cricket news sports news sports