08 August, 2026 02:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તિલક વર્મા-ઈશાન કિશને એકસાથે શર્ટલેસ થઈને આઇસ-બાથ લીધો
ભારતના T20 ટીમના વાઇસ-કૅપ્ટન તિલક વર્માએ સાથી ખેલાડી ઈશાન કિશન સાથેનો એક જૂનો ફોટો શૅર કર્યો હતો. આ ફોટોમાં બન્ને ખેલાડીઓ શર્ટલેસ થઈને મોટા કાળા ટબમાં પાણી સાથે આઇસ-બાથ લેતા જોવા મળ્યા હતા.
બન્ને એકબીજાના ખભા પર હાથ રાખીને મિત્રતા અને ટીમ-સ્પિરિટને દર્શાવતાં જોવા મળ્યા. ઈશાન કિશનના છાતીના ભાગે બનેલા Trust your struggle ટૅટૂએ સૌનું ધ્યાને ખેંચ્યું હતું.