શ્રીલંકા-અફઘાનિસ્તાન સામેની ત્રિકોણીય સિરીઝમાં વન્ડર-બૉય વૈભવ સૂર્યવંશી ઇન્ડિયા-A માટે રમશે

15 May, 2026 03:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તિલક વર્મા કૅપ્ટન અને રિયાન પરાગ વાઇસ-કૅપ્ટનની જવાબદારી સંભાળશે...

વૈભવ સૂર્યવંશી

IPL 2026 પછી ટુર્નામેન્ટના સ્ટાર ખેલાડીઓ જૂનમાં શ્રીલંકા અને અફઘાનિસ્તાન સામેની ત્રિકોણીય વન-ડે સિરીઝમાં રમતા જોવા મળશે. કૅપ્ટન તિલક વર્મા અને વાઇસ-કૅપ્ટન રિયાન પરાગની આગેવાનીમાં ૧૫ સભ્યોની ઇન્ડિયા-A સ્કવૉડ જાહેર કરવામાં આવી છે.

શ્રીલંકામાં આ સિરીઝ પછી યજમાન ટીમ સામે બે મલ્ટી-ડે મૅચ પણ રમાશે, એની ટીમ પછીથી જાહેર કરવામાં આવશે.

૧૫ સભ્યોની ટીમમાં તિલક વર્મા, રિયાન પરાગ, પ્રિયાંશ આર્ય, વૈભવ સૂર્યવંશી, આયુષ બડોની, નિશાંત સિંધુ, હર્ષ દુબે, સૂર્યાંશ શેડગે, પ્રભસિમરન સિંહ, કુમાર કુશાગ્ર, વિપ્રજ નિગમ, યશ ઠાકુર, યુદ્ધવીર સિંહ, અંશુલ કમ્બોજ, અર્શદ ખાનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રાજસ્થાન રૉયલ્સ માટે હાલમાં IPL 2026માં ધમાલ મચાવતો ૧૫ વર્ષનો વૈભવ સૂર્યવંશી સામાન્ય રીતે ભારતની અન્ડર-19 ટીમ માટે રમે છે. અગાઉ તે ઇન્ડિયા-A ટીમ માટે નવેમ્બર ૨૦૨૫માં T20 ફૉર્મેટના રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપમાં રમ્યો હતો. 

tilak varma vaibhav sooryavanshi sri lanka afghanistan cricket news sports news