15 November, 2025 03:12 PM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
ટિમ સાઉધી
IPL 2026 પહેલાં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)એ પોતાના વધુ એક કોચની જાહેરાત કરી છે. ન્યુ ઝીલૅન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ટિમ સાઉધીને KKRએ પોતાનો નવો બોલિંગ-કોચ જાહેર કર્યો છે. આ પહેલાં ભારતના ભૂતપૂર્વ બોલિંગ-કોચ ભરત અરુણે આ પદ પર કામ કર્યું હતું. ૧૬૪ વિકેટ સાથે ટિમ સાઉધી હાલમાં પણ નંબર વન T20 ઇન્ટરનૅશનલ ફાસ્ટ બોલર છે. તેણે પોતાની T20 કરીઅરમાં ૨૯૧ મૅચમાં ૩૪૬ વિકેટ ઝડપી છે.
૩૬ વર્ષનો ટિમ સાઉધી ૨૦૧૧થી ૨૦૨૩ દરમ્યાન IPLમાં પાંચ ટીમ માટે રમ્યો છે. IPLની ૫૪ મૅચમાં ૪૭ વિકેટ લેનાર ટિમ સાઉધી કોલકાતા નાઇટ રાઇડર્સ માટે ૨૦૨૧, ૨૦૨૨ અને ૨૦૨૩ની સીઝન પણ રમી ચૂક્યો છે. ડિફેન્ડિંગ ચૅમ્પિયન તરીકે ગયા વર્ષે કંગાળ પ્રદર્શન કર્યા બાદ KKRએ અભિષેક નાયરને હેડ કોચ અને શેન વૉટ્સનને સહાયક કોચ બનાવ્યો છે.
KKR હંમેશાં મને ઘર જેવું લાગ્યું છે અને આ નવી ભૂમિકામાં પાછા ફરવું એ સન્માનની વાત છે. - ટિમ સાઉધી