IPL Sponser:ચીની મોબાઈલ કંપની Vivoને બદલે TATA ગ્રુપ IPLનું નવુ ટાઈટલ સ્પોન્સર 

11 January, 2022 04:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

IPL 2022માં એક મોટો બદલાવ આવ્યો છે. ટાઈટલ સ્પોન્સ કરનારી મોબાઈલ કંપની VIVOએ લીગની સ્પોન્સરશીપમાંથી પોતાનું નામ હટાલી લીધું છે.

આઈપીએલ ટ્રોફી (તસવીરઃ એએફપી)

IPL 2022માં એક મોટો બદલાવ આવ્યો છે. ટાઈટલ સ્પોન્સ કરનારી મોબાઈલ કંપની VIVOએ લીગની સ્પોન્સરશીપમાંથી પોતાનું નામ હટાલી લીધું છે. હવે TATA ગ્રુપે આ સ્પોન્સર શીપને રિપ્લેસ કરી છે. આ માહિતીની પુષ્ટી IPL( Indian Premier League)ના ચેયરમેન બ્રિજેશ પટેલે કરી છે.  મંગળવારે આઈપીએલની ગવર્નિંગ બેઠક દરમિયાન તેમણે કહ્યું હતું કે ટાટા ગ્રુપ આઈપીએલ ટાઈટલ સ્પોન્સર તરીએ જોડાઈ રહ્યું છે. 

અગાઉ, ભારત અને ચીન વચ્ચે સરહદી તણાવ અને ચીન વિરોધી ભાવનાઓ વચ્ચે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને Vivo Mobile એ IPL 2020 માટે તેમના સંબંધો સ્થગિત કર્યા હતા. બ્રાન્ડે એક વર્ષ માટે બ્રેક લીધો અને તેનું સ્થાન ડ્રીમ11 દ્વારા લેવામાં આવ્યું.

જો કે, Vivo IPL 2021 ના ​​ટાઇટલ સ્પોન્સર તરીકે પાછું આવ્યું હતું. Vivoએ 2018-2022 દરમિયાન IPL ટાઇટલ સ્પોન્સર અધિકારો માટે રૂ. 2,200 કરોડના સોદા પર હસ્તાક્ષર કર્યા હતા. Vivo 2021 માં IPLના સ્પોન્સર તરીકે પાછું આવ્યું હતું, પરંતુ અટકળો વહેતી થઈ હતી કે કંપની તેના અધિકારો યોગ્ય બિડરને ટ્રાન્સફર કરવા માંગે છે. બીસીસીઆઈએ આ પગલાને મંજૂરી આપી દીધી છે.

IPL 2022માં 10 ટીમોની ટુર્નામેન્ટ બનવા માટે તૈયાર છે કારણ કે RPS ગોએન્કા ગ્રૂપે 7,090 કરોડ રૂપિયામાં લખનૌ સ્થિત ફ્રેન્ચાઇઝી હસ્તગત કરી છે જ્યારે અમદાવાદ સ્થિત ફ્રેન્ચાઇઝી CVC ગ્રૂપ સાથે હશે. CVC કેપિટલે રૂ. 5,625 કરોડની બિડ મૂકી હતી. IPL 2022 ની મેગા હરાજી ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં બેંગલુરુમાં યોજાશે.

sports news tata indian premier league