VPL 2025માં RSS વૉરિયર્સ સીઝનમાં પ્રથમ વાર હાર્યું, રંગોલી વાઇકિંગ્સનું કમબૅક

19 February, 2025 09:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સીઝનની ચૅમ્પિયન ટીમ રંગોલી વાઇકિંગ્સે સતત ત્રણ હાર બાદ કમબૅક કરીને સીઝનની બીજી જીત નોંધાવી હતી

પ્રતીકાત્મક તસવીર

સાંતાક્રુઝ-ઈસ્ટના કાલિનામાં આવેલા ઍર ઇન્ડિયા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં ચાલી રહેલી શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા આયોજિત TK RUBY VPL T20 2025 (સીઝન-૩)ના લીગ રાઉન્ડના આઠમા દિવસે રોમાંચક મુકાબલાઓમાં સ્કૉર્ચર્સ અને રંગોલી વાઇકિંગ્સે જીત મેળવી હતી. ગઈ સીઝનની ચૅમ્પિયન ટીમ રંગોલી વાઇકિંગ્સે સતત ત્રણ હાર બાદ કમબૅક કરીને સીઝનની બીજી જીત નોંધાવી હતી, જ્યારે ચારેચાર મૅચ જીતીને પૂરપાટ દોડી રહેલો RSS વૉરિયર્સનો વિજયરથ આખરે અટક્યો હતો અને એણે સ્કૉર્ચર્સ સામે સીઝનની પ્રથમ હાર જોવી પડી હતી.

મૅચ૧૫ : RSS વૉરિયર્સ (૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૦૧ રન – અંકિત સત્રા ૩૧ બૉલમાં ૩૬, ભાવિન ગડા ૨૧ બૉલમાં ૨૨ અને ધીરજ નંદુ ૨૭ બૉલમાં ૧૧ રન. રાહુલ ગાલા પાંચ રનમાં ૩, કૌશલ નિશર ૨૩ રનમાં બે અને તીર્થ શાહ ૧૩ રનમાં એક વિકેટ) સામે સ્કૉર્ચર્સ (૧૬.૩ ઓવરમાં પાંચ વિકેટે ૧૦૫ રન – મયંક ગડા ૪૩ બૉલમાં ૫૧, હર્ષિલ મોતા ૨૩ બૉલમાં ૨૧ અને કુશ ગડા ૧૫ બૉલમાં ૧૮ રન)નો પાંચ વિકેટે વિજય. મૅન ઑફ મૅચ: સ્કૉર્ચર્સનો રાહુલ ગાલા (ચાર ઓવરમાં એક મેઇડન ઓવર સાથે પાંચ રનમાં ૩ વિકેટ).

મૅચ૧૬ રંગોલી વાઇકિંગ્સ (૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૬૯ રન – યશ મોતા ૧૮ બૉલમાં ૩૬, મયૂર ગાલા ૨૨ બૉલમાં ૩૨, દીપેશ ગડા ૧૩ બૉલમાં ૨૮ અને શ્રેયસ નિશર ૨૯ બૉલમાં ૨૫ રન. શ્રેય કારિયા ૨૦ રનમાં ચાર તેમ જ પવન રીટા ૧૫ રનમાં અને ધૈર્ય છેડા ૨૫ રનમાં એક-એક વિકેટ)નો એમ્પાયર વૉરિયર્સ (૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૪૧ રન – અંકિત સાવલા ૩૪ બૉલમાં ૪૧, પવન રીટા ૨૦ બૉલમાં ૨૭, ઊર્મિલ વીસરિયા ૧૦ બૉલમાં ૧૭ અને જેનિત છાડવા ૧૩ બૉલમાં ૧૫ રન. યશ મોતા ૧૭ રનમાં ૩, મયૂર ગાલા ૩૩ રનમાં બે અને વિરલ શાહ ૨૩ રનમાં એક વિકેટ) સામે ૨૮ રનથી વિજય. મૅન ઑફ મૅચઃ રંગોલી વાઇકિંગ્સનો યશ મોતા (૧૮ બૉલમાં ૩૬ રન અને ૩ વિકેટ).

હવે ગુરુવારે સવારે કલ્પલબ્ધિ બુલ્સ v/s જૉલી જૅગ્વાર્સ તથા બપોરે ટૉપ ટેન્સ લાયન્સ v/s વિમલ વિક્ટર્સ વચ્ચે ટક્કર જામશે.

santacruz gujarati community news gujaratis of mumbai cricket news sports news sports