30 April, 2026 02:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ ઇન્ડિયન્સ ટીમ
મુંબઈ ઇન્ડિયન્સે આપેલા ૨૪૪ રનના ટાર્ગેટને સનરાઇઝર્સ હૈદરાબાદે ૧૮.૪ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. અભિષેક શર્મા (૨૪ બૉલમાં ૪૫) અને ટ્રૅવિસ હેડે (૩૦ બૉલમાં ૭૬) પાવરપ્લેમાં ૯૨ રન અને ૮.૪ ઓવરમાં ૧૨૯ રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરીને હૈદરાબાદની સીઝનની છઠ્ઠી અને સતત પાંચમી જીતનો પાયો નાખ્યો હતો. આઠમી મૅચમાં મુંબઈની આ છઠ્ઠી હાર હતી.