ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ બારીશી સમાજની ૨૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે T20 ટુર્નામેન્ટ

04 January, 2025 11:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ બારીશી સમાજની ૨૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે T20 ટુર્નામેન્ટનો પાંચમી જાન્યુઆરીથી થશે પ્રારંભ

પ્રતીકાત્મક તસવીર

છેલ્લાં ૨૫ વર્ષથી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ બારીશી સમાજની વિવિધ ગામોની ટીમો વચ્ચે યોજાતી લેધર બૉલ ક્રિકેટ ટુર્નામેન્ટનાં યશસ્વી ૨૫ વર્ષની પૂર્ણાહુતિની ઉજવણીના ભાગરૂપે બાંખોર (શમ્મી ઉપાધ્યાય), ભીલોડા (સૅન્ડી સંદીપ ત્રિવેદી), રીંટોડા (પ્રફુલ્લ ડી. ઉપાધ્યાય), પેઢમાલા (પ્રફુલ્લ એમ. ઉપાધ્યાય) અને બામણા (કશ્યપ ઠાકર)ની ટીમો વચ્ચે ટીએમબી કપ - T20ની લીગ ટુર્નામેન્ટનો પાંચમી જાન્યુઆરીથી પ્રારંભ થશે. સૌપ્રથમ વખત વાઇટ બૉલ અને કલરફુલ ક્લોધિંગ્સમાં આ ટુર્નામેન્ટ રમાશે. જ્ઞાતિજનોના અપ્રતિમ સહયોગથી આ ટુર્નામેન્ટ અને આખા વર્ષ દરમ્યાન ક્રિકેટ મૅચો રમાશે એમ આ ટુર્નામેન્ટના કન્વીનર પ્રફુલ્લ ઉપાધ્યાય, હેમંત જોશી, શમ્મી ઉપાધ્યાય અને મુકેશ ઠાકરે જણાવ્યું હતું.

વધુ માહિતી માટે સંપર્ક : પ્રફુલ્લ ઉપાધ્યાય – 9869445555

t20 gujarati community news cricket news sports sports news