ઇંગ્લૅન્ડને વર્લ્ડ કપ પહેલાં ઝટકો : લિવિંગસ્ટનને ઈજા

20 October, 2021 05:55 PM IST  |  New Delhi | Agency

ક્રિસ જૉર્ડનના બૉલમાં ઊંચો શૉટ મારનાર ઈશાન કિશનનો કૅચ પકડવા ગયો ત્યારે આંખમાં પ્રકાશ આવતાં બૉલ પરની એકાગ્રતા ચૂક્યો હતો અને કૅચ છૂટવાની સાથે બૉલ આંગળી પર વાગ્યો હતો અને આંગળીમાં તરત સોજો આવી ગયો હતો.

ઇંગ્લૅન્ડને વર્લ્ડ કપ પહેલાં ઝટકો : લિવિંગસ્ટનને ઈજા

ઇંગ્લૅન્ડના સ્પિનર-બૅટર લિયામ લિવિંગસ્ટનને સોમવારે દુબઈમાં ભારત સામે ટી૨૦ વર્લ્ડ કપ પહેલાંની પ્રથમ વૉર્મ-અપ મૅચમાં ફીલ્ડિંગ દરમ્યાન ડાબા હાથની ટચલી આંગળીમાં ઈજા થતાં તે શનિવારે વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ મૅચમાં કદાચ નહીં રમી શકે. તે ક્રિસ જૉર્ડનના બૉલમાં ઊંચો શૉટ મારનાર ઈશાન કિશનનો કૅચ પકડવા ગયો ત્યારે આંખમાં પ્રકાશ આવતાં બૉલ પરની એકાગ્રતા ચૂક્યો હતો અને કૅચ છૂટવાની સાથે બૉલ આંગળી પર વાગ્યો હતો અને આંગળીમાં તરત સોજો આવી ગયો હતો.
આ ઈજા પહેલાં વિરાટ કોહલીની વિકેટ લેનાર અને એ અગાઉ ૨૦ બૉલમાં ૩૦ રન ફટકારનાર લિવિંગસ્ટનને આંગળીમાં બે વાર સર્જરી કરાવનાર બેન સ્ટોક્સની જગ્યાએ ઇંગ્લૅન્ડની ટીમમાં લેવામાં આવ્યો છે. જોકે હવે ખુદ લિવિંગસ્ટનને પણ આંગળીમાં ઈજા થઈ છે.

sports news sports cricket news england