16 January, 2022 03:31 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
શુક્રવારે વેસ્ટ ઇન્ડીઝમાં શરૂ થયેલા અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપના આરંભમાં ઑસ્ટ્રેલિયાએ યજમાન વેસ્ટ ઇન્ડીઝને ૬ વિકેટથી અને શ્રીલંકાએ સ્કૉટલૅન્ડને ૪૦ રનથી હરાવ્યું હતું. કૅરિબિયનો ૧૬૯ રને આઉટ થયા બાદ ઑસ્ટ્રેલિયાએ ૪૪.૫ ઓવરમાં ૪ વિકેટે ૧૭૦ રન બનાવ્યા હતા, જેમાં ટેગ્યુ વાયલીના ૮૬ રન હતા. આ મૅચમાં ભારતીય મૂળના ઑસ્ટ્રેલિયન સ્પિનર નિવેથાન રાધાક્રિષ્નને ૪૮ રનમાં ત્રણ વિકેટ લીધી હતી. તે બન્ને હાથે બોલિંગ કરી શકે છે, પણ આ મૅચમાં તેણે માત્ર જમણા હાથે ઑફ-સ્પિન બોલિંગ કરી હતી.
બીજી મૅચમાં શ્રીલંકાના ૨૦૯ રનના જવાબમાં સ્કૉટલૅન્ડ ૧૭૮ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું.