VPL 2025માં જીત સાથે સ્કૉર્ચર્સ પ્લેઑફમાં અને એમ્પાયર વૉરિયર્સે આશા જીવંત રાખી

12 March, 2025 01:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રથમ બન્ને મૅચ જીતીને શાનદાર શરૂઆત કરનાર કલ્પલબ્ધિ બુલ્સે સતત પાંચમી મૅચ હારી જઈને વિદાય લઈ લીધી હતી.

પ્રતીકાત્મક તસવીર

સાંતાક્રુઝ-ઈસ્ટના કાલિનામાં આવેલા ઍર ઇન્ડિયા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં ચાલી રહેલી શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા આયોજિત TK RUBY VPL T20 2025 (સીઝન-૩)ના લીગ રાઉન્ડના  સેકન્ડલાસ્ટ અને ૧૩મા દિવસે રમાયેલા રોમાંચક મુકાબલાઓમાં જીત મેળવીને સ્કૉર્ચર્સે પ્લેઑફમાં સ્થાન પાક્કું કરી લીધું હતું, જ્યારે એમ્પાયર વૉરિયર્સે આશા જીવંત રાખી હતી. લીગ રાઉન્ડના છેલ્લા દિવસે આજે જો જૉલી જૅગ્વાર્સ સામે ગઈ સીઝનની ચૅમ્પિયન રંગોલી વાઇકિંગ્સ મોટા માર્જિનથી જીત મેળવવામાં સફળ થશે તો તે પ્લેઑફમાં પહોંચી જશે અને એમ્પાયર્સ વૉરિયર્સની આ સીઝનની સફરનો અંત આવી જશે. ડુ ઑર ડાય સમાન જંગમાં વિમલ વિક્ટર્સ હારીને પ્લેઑફની રેસમાંથી બહાર થઈ ગયું હતું. પ્રથમ બન્ને મૅચ જીતીને શાનદાર શરૂઆત કરનાર કલ્પલબ્ધિ બુલ્સે સતત પાંચમી મૅચ હારી જઈને વિદાય લઈ લીધી હતી.

પ્લેઑફમાં મોટા ભાગે ક્વૉલિફાયર વનમાં RSS વૉરિયર્સ અને ટૉપ ટેન લાયન્સ વચ્ચે અને એલિમિનેટરમાં સ્કૉર્ચર્સની ટક્કર અમ્પાયર વૉરિયર્સ અથવા રંગોલી વાઇકિંગ્સ વચ્ચે થશે.

મૅચ ૨૫ : વિમલ વિક્ટર્સ (૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૩૯ રન – ચિરાગ નિસર ૫૧ બૉલમાં ૭૨, જેન વીસરિયા ૧૪ બૉલમાં ૧૭, અમિષ સત્રા ૭ બૉલમાં ૧૧ અને અંકિત ગાલા ૧૫ બૉલમાં ૧૧ રન. રાહુલ ગાલા ૨૨ રનમાં ૩, સંજય ચરલા ૨૪ રનમાં બે અને મેહુલ ગાલા ૧૬ રનમાં એક વિકેટ) સામે સ્કૉર્ચર્સ (૧૮.૧ ઓવરમાં ૬ વિકેટે ૧૪૦ રન – મયંક ગડા ૪૦ બૉલમાં ૪૨, પારસ વીસરિયા ૧૮ બૉલમાં ૩૨ અને રોમલ ગડા ૧૬ બૉલમાં ૧૮ રન. ચિરાગ નિસર ૧૪ રનમાં અને ભાવિન નિસર ૪૫ રનમાં બે-બે તથા અભિષેક ફરિયા ૨૬ રનમાં એક વિકેટ)નો ૪ વિકેટે વિજય. મૅન ઑફ મૅચ : સ્કૉર્ચર્સનો પરાગ વીસરિયા (૧૮ બૉલમાં ૩૨ અને એક વિકેટ).

મૅચ ૨૬: કલ્પલબ્ધિ બુલ્સ (૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૫૮ રન – ભાવેશ ગાલા ૨૭ બૉલમાં ૬૩, વિજય નિસર ૪૧ બૉલમાં ૪૬ અને પલક સાવલા ૨૬ બૉલમાં ૨૯ રન. ધૈર્ય છેડા ૨૩ રનમાં બે તથા રસિક સત્રા ૨૬ રનમાં અને કાર્તિક ગડા ૨૭ રનમાં એક-એક વિકેટ) સામે એમ્પાયર વૉરિયર્સ (૧૯.૨ ઓવરમાં ૭ વિકેટે ૧૬૩ રન – પવન રીટા ૫૬ બૉલમાં ૮૦, ઊર્મિલ વીસરિયા ૨૧ બૉલમાં ૩૯ અને અંકિત સાવલા ૧૫ બૉલમાં ૧૯ રન. કમલેશ છાડવા ૩૦ રનમાં ૩ તથા ભાવેશ ગાલા ૨૬ રનમાં અને મોનિલ ગાલા ૨૮ રનમાં એક-એક વિકેટ)નો ૩ વિકેટે વિજય. મૅન ઑફ મૅચ : એમ્પાયર વૉરિયર્સનો પવન રીટા (૫૬ બૉલમાં ૮૦ રન)

હવે આજે સવારે રંગોલી વાઇકિંગ્સ v/s જૉલી જૅગ્વાર્સ તથા બપોરે ટૉપ ટેન્સ લાયન્સ v/s RSS વૉરિયર્સ વચ્ચે ટક્કર જામશે.

પૉઇન્ટ ટેબલ

ટીમ

મૅચ

જીત

હાર

પૉઇન્ટ

નેટ રનરેટ

RSS વૉરિયર્સ

૦.૪૧

ટૉપ ટેન્સ લાયન્સ

૦.૩૬

સ્કૉર્ચર્સ

૦.૨૩

એમ્પાયર વૉરિયર્સ ૭

-૦.૧૮

-૦.૧૧૬

વિમલ વિક્ટર્સ

૦.૬૪

રંગોલી વાઇકિંગ્સ

-૦.૪૪

કલ્પલબ્ધિ બુલ્સ

-૦.૩૪

જૉલી જૅગ્વાર્સ

-૦.૭૫

 

gujarati community news gujaratis of mumbai test cricket cricket news santacruz sports news sports