19 March, 2025 10:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્વૉલિફાયર-વનમાં ભાવિક ગિંદરા અને એલિમિનેટરમાં મયૂર ગાલાને સુપર પર્ફોર્મન્સ બદલ મૅન ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યા હતા
મૅન ઑફ ધ મૅચ ઃ ક્વૉલિફાયર-વનમાં ભાવિક ગિંદરા અને એલિમિનેટરમાં મયૂર ગાલાને સુપર પર્ફોર્મન્સ બદલ મૅન ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યા હતા અને ટ્રોફી આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
સાંતાક્રુઝ-ઈસ્ટના કાલિનામાં આવેલા ઍર ઇન્ડિયા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં ચાલી રહેલી શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા આયોજિત TK RUBY VPL T20 2025 (સીઝન-૩)માં ગઈ કાલે પ્લે-ઑફ રાઉન્ડ શરૂ થયો હતો અને બન્ને મુકાબલા ખૂબ જ રોમાંચક રહ્યા હતા. સવારે ક્વૉલિફાયર-વનમાં સીઝનની નંબર વન ટીમ RSS વૉરિયર્સને ૧૪ રનથી હરાવીને ટૉપ ટેન લાયન્સે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે બપોરે એલિમિનેટરમાં સ્કૉર્ચર્સ સામે ગઈ સીઝનની ચૅમ્પિયન ટીમ રંગોલી વાઇકિંગ્સે છેલ્લા બૉલે સિક્સર ફટકારીને એક વિકેટથી થ્રિલર જીત મેળવીને ચૅમ્પિયનશિપનો તાજ જાળવી રાખવાની આશા જીવંત રાખી છે. હવે ગુરુવારે ક્વૉલિફાયર-ટૂમાં RSS વૉરિયર્સ અને રંગોલી વાઇકિંગ્સ વચ્ચે ફાઇનલ પ્રવેશ માટે જંગ જામશે. ફાઇનલ ડે-નાઇટ જંગ રવિવાર, ૩૦ માર્ચે રમાશે.
ક્વૉલિફાયર-વન : ટૉપ ટેન લાયન્સ (૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૨૫ રન – અમિત શાહ ૪૭ બૉલમાં બે સિક્સર અને બે ફોર સાથે ૪૯, ભાવિક ગિંદરા ૧૭ બૉલમાં બે ફોર સાથે ૨૦ અને આદિત્ય શાહ ૧૬ બૉલમાં બે ફોર સાથે ૧૮ રન. કલ્પ ગડા ૧૮ રનમાં બે તથા મિહિર બૌઆ ૧૭ રનમાં અને વિવેક ગાલા ૨૬ રનમાં એક-એક વિકેટ)નો RSS વૉરિયર્સ (૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૧૧ રન – ભાવિન ગડા ૩૦ બૉલમાં એક સિક્સર સાથે ૨૪, અંકિત સત્રા ૨૦ બૉલમાં એક ફોર સાથે ૧૬ અને રોનક ગાલા ૧૩ બૉલમાં બે ફોર સાથે ૧૩ રન. ભાવિક ગિંદરા ૧૧ રનમાં અને દીપક શાહ ૨૩ રનમાં બે-બે તથા અમિત શાહ ૧૯ અને કશ્યપ સાવલા ૨૬ રનમાં એક-એક વિકેટ) સામે ૧૪ રનથી વિજય. મૅન ઑફ ધ મૅચ : ટૉપ ટેન લાયન્સનો ભાવિક ગિંદરા (૨૦ રન અને એક મેઇડન સાથે ૧૧ રનમાં બે વિકેટ).
એલિમિનેટર : સ્કૉર્ચર્સ (૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૩૯ રન – ધવલ ગડા ૩૬ બૉલમાં એક સિક્સર અને એક ફોર સાથે ૩૬, હર્ષિલ મોતા ૧૯ બૉલમાં એક સિક્સર અને ૬ ફોર સાથે ૩૫ અને મયંક ગડા બાવીસ બૉલમાં એક સિક્સર અને એક ફોર સાથે ૨૧ રન. પ્રથમ ગાલા ૩૨ રનમાં ૩, વિરલ શાહ ૩ રનમાં તથા મયૂર ગાલા પચીસ રનમાં બે-બે તેમ જ યશ મોતા ૨૪ રનમાં એક વિકેટ) સામે રંગોલી વાઇકિંગ્સ (૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૪૪ રન – યશ મોતા પચીસ બૉલમાં એક સિક્સર અને પાંચ ફોર સાથે ૩૭, મયૂર ગાલા ૧૪ બૉલમાં એક સિક્સર અને ત્રણ ફોર સાથે ૨૪ અને પાર્થ છાડવા ૨૬ બૉલમાં એક ફોર સાથે ૧૯ રન. પારસ વિસરિયા ૨૬ રનમાં, મેહુલ ગાલા ૩૧ રનમાં અને રાહુલ ગાલા ૩૭ રનમાં બે-બે તથા સંજય ચરલા ૨૪ રનમાં અને તીર્થ શાહ ૨૬ રનમાં એક-એક વિકેટ)નો એક વિકેટથી વિજય. મૅન ઑફ ધ મૅચ : રંગોલી વાઇકિંગ્સનો મયૂર ગાલા (૧૪ બૉલમાં ૨૪ રન તથા પચીસ રનમાં બે વિકેટ).