✕

વૈભવ સૂર્યવંશીએ તડાફડીની આગલી રાતે અડધો કલાક યુવરાજ સિંહ પાસેથી સલાહ લીધી હતી

26 November, 2026 03:44 PM IST  |  New Dehli | Gujarati Mid-day Correspondent

15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ UAE સામે 53 બોલમાં 204 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી હતી. આ પહેલાં તેણે યુવરાજ સિંહ સહિત ચાર લોકો સાથે ફોન પર વાત કરી હતી. યુવરાજની ટેક્નિકલ સલાહ અને માર્ગદર્શનથી પોતાની બૅટિંગમાં સુધારો કરવામાં મદદ મળી હોવાનું વૈભવે જણાવ્યું.

વૈભવ સૂર્યવંશી અને યુવરાજ સિંહ

ભારતીય ક્રિકેટ બોર્ડે દ્વારા સોશ્યલ મીડિયા પર ૧૫ વર્ષના તોફાની બૅટર વૈભવ સૂર્યવંશીનો આશરે ૪ મિનિટનો ઇન્ટરવ્યુ શૅર કરવામાં આવ્યો છે. વૈભવ સૂર્યવંશીએ આ વિડિયોમાં ખુલાસો કર્યો કે મંગળવારે ધમાકેદાર ડબલ સેન્ચુરી ફટકારવાના એક દિવસ પહેલાં રાત્રે તેણે પોતાના આદર્શ ક્રિકેટર યુવરાજ સિંહ સહિત ૪ મહત્ત્વપૂર્ણ લોકો સાથે ફોન પર વાત કરી હતી.

વૈભવ સૂર્યવંશીએ કહ્યું, ‘મેં ૪ લોકો સાથે વાત કરી હતી. એક મારા પપ્પા હતા, બીજા મારા બાળપણના કોચ મનીષ ઓઝા હતા, ત્રીજો મારો મિત્ર પ્રથમ જાખડ હતો જે અન્ડર-19 ક્રિકેટના દિવસોથી મારી સાથે છે અને ચોથા યુવરાજ સર હતા. મેં તેમની સાથે લગભગ અડધા કલાક સુધી વાત કરી. તેમણે મને બૅટિંગ વિશે ઘણું કહ્યું. છેલ્લી કેટલીક મૅચોથી હું રન બનાવી શક્યો નહોતો. તેથી હું થોડો વિચલિત હતો અને વિચારતો હતો કે શું થઈ રહ્યું છે. હું ખૂબ જ અસ્વસ્થ હતો તેથી મેં તેમની સાથે ખુલ્લેઆમ વાત કરી હતી. તેમણે ઘણી  ટેક્નિકલ બાબતો પણ સમજાવી જેનાથી મને ઘણી મદદ મળી. મેં મારી બૅટિંગના વિડિયો જોયા અને સમજાયું કે હું અહીં ભૂલ કરી રહ્યો છું. તેથી આજે મેં એ ભૂલનું પુનરાવર્તન ન કરવાનો પ્રયાસ કર્યો.’

વૈભવે છેલ્લે ઑગસ્ટમાં દુલીપ ટ્રોફી દરમ્યાન ૯૨ રનની મોટી ઇનિંગ્સ રમી હતી. ત્યાર પછીની ત્રણેય ફૉર્મેટની ૧૦ ઇનિંગ્સમાં વૈભવ ૫૦ કે તેથી વધુ રનના સ્કોર કરી શક્યો નહોતો. મેન્સ વન-ડે એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સમાં તે નેપાલ સામે ૨૬ રન અને પાકિસ્તાન સામે ૧૧ રન જ કરી શક્યો હતો. UAE સામેની અંતિમ ગ્રુપ-સ્ટેજ મૅચમાં ૫૩ બૉલમાં ૨૦૪ રન ફટકારીને તેણે ઘણા વર્લ્ડ રેકૉર્ડ પોતાના નામે કર્યા હતા.

yuvraj singh indian cricket team cricket news sports news sports vaibhav sooryavanshi united arab emirates asia cup one day international odi