16 September, 2026 11:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વૈભવ સૂર્યવંશી
બિહારના ૧૫ વર્ષના ક્રિકેટર વૈભવ સૂર્યવંશી વિશે ચોંકાવનારા અહેવાલ મળી રહ્યા છે. ભારતીય ક્રિકેટર વૈભવ સૂર્યવંશી હાલમાં બ્રૅન્ડ-શૂટ્સ કે જાહેર કાર્યક્રમોમાં હાજરી આપવા માટે એક દિવસના બે કરોડ રૂપિયા સુધીની ફી લે છે.
અહેવાલમાં જણાવ્યા અનુસાર વૈભવની ફી વધીને દિવસના ૩-૪ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. હાલમાં તેનો કોઈ ઑફિશ્યલ એજન્ટ નથી અને તેનો પરિવાર જ તેના વ્યાવસાયિક કામકાજ સંભાળે છે.