સૂર્યવંશી હવે આવતી કાલે પોલાર્ડનો રેકૉર્ડ તોડી નાખશે

30 April, 2026 02:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દરેક મૅચમાં એકાદ-બે રેકૉર્ડ તોડી નાખતો ૧૫ વર્ષીય વૈભવ સૂર્યવંશી આવતી કાલે જયપુરમાં દિલ્હી કૅપિટલ્સ સામેની મૅચમાં વધુ એક રેકૉર્ડ તેના નામે કરી દેશે. મંગળવારે પંજાબ સામેની પાંચ સિક્સર સાથે T20 ક્રિકેટમાં તેની સિક્સરનો આંકડો ૯૯ પર પહોંચી ગયો છે.

સૂર્યવંશી હવે આવતી કાલે પોલાર્ડનો રેકૉર્ડ તોડી નાખશે

દરેક મૅચમાં એકાદ-બે રેકૉર્ડ તોડી નાખતો ૧૫ વર્ષીય વૈભવ સૂર્યવંશી આવતી કાલે જયપુરમાં દિલ્હી કૅપિટલ્સ સામેની મૅચમાં વધુ એક રેકૉર્ડ તેના નામે કરી દેશે. મંગળવારે પંજાબ સામેની પાંચ સિક્સર સાથે T20 ક્રિકેટમાં તેની સિક્સરનો આંકડો ૯૯ પર પહોંચી ગયો છે. આજે તેની પહેલી સિક્સર સાથે ૧૦૦ સિક્સરનો માઇલસ્ટોન હાંસલ કરી લેશે અને વેસ્ટ ઇન્ડિયન જાયન્ટ કાયરન પોલાર્ડનો રેકૉર્ડ તોડી નાખશે. વૈભવે ૫૧૧ બૉલમાં ૯૯ સિક્સર ફટકારી છે અને પોલાર્ડનો ફાસ્ટેસ્ટ ૧૦૦ સિક્સરનો રેકૉર્ડ ૮૪૩ બૉલનો છે. આમ પોલાર્ડનો રેકૉર્ડ તૂટશે અને એક મોટા માર્જિનથી તૂટશે એ નક્કી છે, પણ ક્યારે એની જ રાહ જોવાઈ રહી છે. મોટા ભાગે કાલે જ સૂર્યવંશી એક નવો રેકૉર્ડ બનાવી દેશે.

kieron pollard rajasthan royals IPL 2026 cricket news sports news