વૈભવ સૂર્યવંશીએ યુથ વન-ડે સિરીઝમાં હાઇએસ્ટ રન ફટકારવાનો ૮ વર્ષ જૂનો, ટેસ્ટ-કૅપ્ટન શુભમન ગિલનો રેકૉર્ડ તોડ્યો

09 July, 2025 09:23 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

સામે યજમાન ટીમે ૩૧.૧ ઓવરમાં ૩ વિકેટે ૨૧૧ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. હવે ૧૨થી ૨૩ જુલાઈ વચ્ચે બન્ને ટીમ વચ્ચે બે યુથ ટેસ્ટ-મૅચની સિરીઝ રમાશે.

વૈભવ સૂર્યવંશી

ભારતીય અન્ડર-19 ટીમે સોમવારે ઇંગ્લૅન્ડ સામે પાંચમી વન-ડે સાત વિકેટે હારવા છતાં વન-ડે સિરીઝને ૩-૨થી જીતી લીધી છે. ભારતે નવ વિકેટ ગુમાવીને ૨૧૦ રન બનાવ્યા હતા જેની સામે યજમાન ટીમે ૩૧.૧ ઓવરમાં ૩ વિકેટે ૨૧૧ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. હવે ૧૨થી ૨૩ જુલાઈ વચ્ચે બન્ને ટીમ વચ્ચે બે યુથ ટેસ્ટ-મૅચની સિરીઝ રમાશે.

વૈભવનું પ્રદર્શન

મૅચ

રન

૩૫૫

ફોર

૩૦

સિક્સ

૨૯

ફિફ્ટી

સેન્ચુરી

ઍવરેજ

૭૧

સ્ટ્રાઇક-રેટ

૧૭૪.૦૧

હાઇએસ્ટ સ્કોર

૧૪૩

આ સિરીઝમાં ૧૪ વર્ષના ઓપનર વૈભવ સૂર્યવંશીએ પાંચ મૅચમાં ૩૫૫ રન કરીને અનેક રેકૉર્ડ તોડ્યા હતા. હવે તેણે એક યુથ વન-ડે સિરીઝમાં ભારત તરફથી સૌથી વધુ ૩૫૧ રન કરવાનો વર્તમાન ભારતીય ટેસ્ટ-કૅપ્ટન શુભમન ગિલનો રેકૉર્ડ તોડ્યો છે. શુભમને આ રેકૉર્ડ ૨૦૧૭માં ઇંગ્લૅન્ડ સામે જ કર્યો હતો. વૈભવે આ સિરીઝમાં ૪૮, ૪૫, ૮૬, ૧૪૩ અને ૩૩ રનની ઇનિંગ્સ રમી હતી.

india england vaibhav suryavanshi shubman gill test cricket under 19 cricket world cup cricket news indian cricket team sports news sports