19 January, 2026 02:26 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
T20 વર્લ્ડ કપ ફાઇનલમાં સૂર્યકુમાર યાદવના કૅચની યાદ અપાવે એવો કૅચ પકડ્યો વૈભવ સૂર્યવંશીએ અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપમાં
ભારતના ૧૪ વર્ષના ઓપનર વૈભવ સૂર્યવંશીએ હાલમાં અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપ 2026માં બંગલાદેશ સામે બાઉન્ડરી પર શાનદાર કૅચ પકડ્યો હતો. ફાસ્ટ બોલર વિહાન મલ્હોત્રાની ઓવરમાં બાઉન્ડરીને પાર જતા બૉલને હવામાં ઉછાળી શાનદાર કૅચ કરીને વૈભવ સૂર્યવંશીએ બંગલાદેશી ક્રિકેટર સમુન બશીરને આઉટ કર્યો હતો. T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં સૂર્યકુમાર યાદવે પકડેલા ડેવિડ મિલરના શાનદાર કૅચની યાદ અપાવે એવો જ વૈભવનો આ કૅચ હતો. ભારતે આ મૅચ DLS મૅથડથી જીતી લીધી હતી.