વૈભવ સૂર્યવંશીએ માત્ર ૪૨ બૉલમાં ૧૪૪ રન ફટકાર્યા

15 November, 2025 02:35 PM IST  |  Doha | Gujarati Mid-day Correspondent

કતરમાં રાઇઝિંગ સ્ટાર એશિયા કપ ટુર્નામેન્ટમાં બિહારના વન્ડર-બૉયની ધમાલ, રેકૉર્ડ ૧૫ સિક્સર ફટકારવાની સાથે મેન્સ ટીમ માટે યંગેસ્ટ સેન્ચુરિયન પણ બન્યો

વૈભવ સૂર્યવંશીએ માત્ર ૪૨ બૉલમાં ૧૪૪ રન ફટકાર્યા

કતરના દોહામાં ગઈ કાલે શરૂ થયેલી રાઇઝિંગ સ્ટાર T20 એશિયા કપ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે ધમાકેદાર શરૂઆત કરી છે. ભારતે ઓપનર વૈભવ સૂર્યવંશીના ૪૨ બૉલમાં ૧૪૪ રન અને કૅપ્ટન જિતેશ શર્માની ૩૨ બૉલમાં ૮૩ રનની અણનમ ઇનિંગ્સની મદદથી ચાર વિકેટે પોતાના હાઇએસ્ટ ૨૯૭ રન ફટકાર્યા હતા. જવાબમાં UAEની ટીમ ૭ વિકેટ ગુમાવી ૧૪૯ રન જ બનાવી શકી હતી. ભારતને ૧૪૮ રનની વિશાળ જીત મળી હતી.

વૈભવ સૂર્યવંશીએ ૩૪૨.૮૬ના સ્ટ્રાઇક-રેટથી ૪૨ બૉલમાં ૧૧ ફોર અને ૧૫ સિક્સરની મદદથી ૧૪૪ રન ઝૂડી દીધા હતા. હમણાં સુધી ભારતની અન્ડર-19 ટીમ માટે રમતા બિહારના આ વન્ડર બૉય માટે ઇન્ડિયા-Aની ડેબ્યુ મૅચ હતી. 

વૈભવે આ મૅચમાં કયા-કયા રેકૉર્ડ કર્યા? 
૧૪ વર્ષ ૨૩૨ દિવસની ઉંમરે સિનિયર લેવલ પર નૅશનલ મેન્સ ટીમ માટે સદી કરનાર યંગેસ્ટ ક્રિકેટર બન્યો વૈભવ. તેણે બંગલાદેશના મુશફિકુર રહીમનો ૨૦૦૫નો ૧૬ વર્ષ ૧૭૧ દિવસની ઉંમરનો રેકૉર્ડ તોડ્યો. 
ઇન્ડિયા-A માટે T20 ફૉર્મેટનો પહેલો શતકવીર બન્યો. ૩૦૦ પ્લસના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને હાઇએસ્ટ T20 સ્કોર કરનાર બૅટર પણ બન્યો. 
એક T20 ઇનિંગ્સમાં બાઉન્ડરી દ્વારા હાઇએસ્ટ ૧૩૪ રન ફટકારનાર ભારતીય બન્યો. 
તેણે ફટકારેલી ૧૫ સિક્સર એ એક ઇનિંગ્સમાં 
ઇન્ડિયા-Aના બૅટર દ્વારા ફટકારેલી હાઇએસ્ટ સિક્સર છે. 
ભારતીય તરીકે આ ફૉર્મેટમાં વૈભવે સંયુક્ત રીતે ૩૨ બૉલમાં બીજી ફાસ્ટેસ્ટ સદી ફટકારી અને ચોથો હાઇએસ્ટ વ્યક્તિગત સ્કોર કર્યો. 

vaibhav suryavanshi bihar cricket news t20 asia cup 2025 united arab emirates sports news sports qatar doha