વૈભવ સૂર્યવંશીએ અન્ડર-19 વર્લ્ડ કપ પહેલાં વૉર્મ-અપ મૅચમાં ૯ ફોર અને ૭ સિક્સર સાથે ફટકાર્યા ૯૬ રન

11 January, 2026 12:02 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વરસાદી વિઘ્નને કારણે સ્કૉટલૅન્ડે ૨૩.૨ ઓવરમાં ૯ વિકેટે ૧૧૨ રન કરીને મૅચ ગુમાવી હતી. એ DLS મેથડ અનુસાર ૧૨૧ રનથી હાર્યું હતું.

વૈભવ સૂર્યવંશી

ઝિમ્બાબ્વે અને નામિબિયામાં આયોજિત અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપ 2026 પહેલાં ભારતીય ટીમ સ્કૉટલૅન્ડ સામે વૉર્મ-અપ મૅચ રમવા ઊતરી હતી. ભારતે વૈભવ સૂર્યવંશી સહિત ૪ પ્લેયર્સના ૫૦+ રનના સ્કોરના આધારે ૫૦ ઓવરમાં ૮ વિકેટે ૩૭૪ રન કર્યા હતા. વૈભવ સૂર્યવંશી ૯ ફોર અને ૭ સિક્સરની મદદથી ૫૦ બૉલમાં ૯૬ રનની ઇનિંગ્સ રમીને કૅચઆઉટ થયો હતો. 
વરસાદી વિઘ્નને કારણે સ્કૉટલૅન્ડે ૨૩.૨ ઓવરમાં ૯ વિકેટે ૧૧૨ રન કરીને મૅચ ગુમાવી હતી. એ DLS મેથડ અનુસાર ૧૨૧ રનથી હાર્યું હતું.

vaibhav suryavanshi under 19 cricket world cup sports news sports indian cricket team cricket news