વન્ડર-બૉય વૈભવ સૂર્યવંશી ૧૫ વર્ષનો થયો, ભારતની સિનિયર ટીમ માટે રમવાલાયક બની ગયો

28 March, 2026 04:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજસ્થાન રૉયલ્સનો ઓપનર વૈભવ સૂર્યવંશી ગઈ કાલે ૧૫ વર્ષનો થયો હતો. બિહારનો આ ધુરંધર બૅટર હવે ભારતની સિનિયર ટીમ માટે રમવાલાયક બન્યો છે. ૩૦ માર્ચે ગુવાહાટીમાં રાજસ્થાન સાથે તે ચેન્નઈ સામે પોતાની બીજી IPL સીઝનનો પ્રારંભ કરશે. 

વન્ડર-બૉય વૈભવ સૂર્યવંશી ૧૫ વર્ષનો થયો, ભારતની સિનિયર ટીમ માટે રમવાલાયક બની ગયો

રાજસ્થાન રૉયલ્સનો ઓપનર વૈભવ સૂર્યવંશી ગઈ કાલે ૧૫ વર્ષનો થયો હતો. બિહારનો આ ધુરંધર બૅટર હવે ભારતની સિનિયર ટીમ માટે રમવાલાયક બન્યો છે. ૩૦ માર્ચે ગુવાહાટીમાં રાજસ્થાન સાથે તે ચેન્નઈ સામે પોતાની બીજી IPL સીઝનનો પ્રારંભ કરશે. 
૨૦૨૦માં લાગુ કરાયેલા ICC નિયમો અનુસાર ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ભાગ લેવા માટે ખેલાડીની ઉંમર ઓછામાં ઓછી ૧૫ વર્ષની હોવી આવશ્યક છે. આ વર્ષના ફેબ્રુઆરીમાં વૈભવ સૂર્યવંશીએ અન્ડર-19 વર્લ્ડ કપમાં પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટનો અવૉર્ડ જીત્યો હતો.

vaibhav sooryavanshi kolkata knight riders IPL 2026 indian premier league cricket news sports news sports