28 April, 2026 01:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોનો સ્ક્રીન ગરૅબ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)
જયપુરથી ન્યુ ચંડીગઢ ઍરપોર્ટની સફર દરમ્યાન રાજસ્થાન રૉયલ્સના ૧૫ વર્ષના વૈભવ સૂર્યવંશીના બે રસપ્રદ વિડિયો વાઇરલ થયા હતા. જયપુરના ઍરપોર્ટ પર વેઇટિંગ દરમ્યાન બે બાળકો વૈભવ પાસે ફોટો પડાવવા આવ્યાં હતાં. મસ્તીખોર વૈભવે આ બન્ને બાળકો પાસે રમૂજમાં ૧૦૦-૧૦૦ રૂપિયા માગ્યા હતા. એમાંથી એક બાળકે જ્યારે ટોટલ ૨૦૦ રૂપિયા આપવાની તૈયારી દેખાડી ત્યારે વૈભવે પૈસા લેવાનો ઇનકાર કરીને ફોટો પડાવી લીધો હતો.
મુલ્લાંપુરમાં મૅચ રમવા જ્યારે વૈભવ સૂર્યવંશી ચંડીગઢના ઍરપોર્ટ પર પહોંચ્યો ત્યારે વેલકમ દરમ્યાન આપવામાં આવેલો ફૂલોનો હાર તેણે ત્યાં હાજર એક નાનકડા બાળકને પહેરાવી દીધો હતો.
વૈભવ સૂર્યવંશીના બૅટને તપાસ માટે લૅબમાં મોકલો. તેણે કદાચ બૅટમાં AI-ચિપનો ઉપયોગ કર્યો હશે. ડોપ ટેસ્ટની જેમ બૅટની ટેસ્ટ પણ થવી જોઈએ. જોકે તે એક અદ્ભુત ખેલાડી છે
-પાકિસ્તાનનો ક્રિકેટ નિષ્ણાત નૌમાન નિયાઝ