T20 ઇન્ટરનૅશનલના નંબર વન બોલર વરુણ ચક્રવર્તીએ કહ્યું...

21 December, 2025 11:17 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વર્લ્ડ કપની તૈયારી કરવા માટે પોતાના પર પ્રેશર લાવતા રહેવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે

વરુણ ચક્રવર્તી

ભારતીય સ્પિનર વરુણ ચક્રવર્તીએ આગામી વર્લ્ડ કપ પહેલાં મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. હાલમાં T20 ઇન્ટરનૅશનલ રૅન્કિંગના નંબર વન બોલર વરુણ ચક્રવર્તીએ કહ્યું હતું કે ‘વર્લ્ડ કપની તૈયારી કરવા માટે પોતાના પર પ્રેશર લાવતા રહેવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. કોઈ પડકાર ન હોય ત્યારે પણ તમારે પોતાને પડકાર આપવો પડશે. જો કોઈ મૅચ સરળ લાગે તો તમારે માનસિક રીતે એ પ્રેશર બનાવવું પડશે અને પોતાને પડકારવાનું શરૂ કરવું પડશે. આત્મવિશ્વાસ, યોગ્ય લેન્થ-બોલિંગ કરવી અને વિરોધી ટીમને સમજવી મહત્ત્વપૂર્ણ છે. આ એક મુખ્ય પરિબળ છે જેને હું વર્લ્ડ કપમાં સાથે રાખવા માગું છું. મને લાગે છે કે હરીફ ટીમને વધુ સારી રીતે સમજીને હું સારું પ્રદર્શન કરી શકું છું.’ સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝમાં વરુણે સૌથી વધુ ૧૦ વિકેટ ઝડપી હતી.

t20 world cup indian cricket team varun chakaravarthy sports news sports