08 April, 2025 06:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વરુણ ચક્રવર્તી
કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ના મિસ્ટરી સ્પિનર વરુણ ચક્રવર્તીએ IPL વચ્ચે સોશ્યલ મીડિયા હૅન્ડલથી પોતાના રસપ્રદ ફોટો શૅર કર્યા છે. વરુણે પૂર્ણ સમય ક્રિકેટમાં જોડાવા અને IPLમાં પ્રવેશ કરતાં પહેલાં બે વર્ષ સુધી આર્કિટેક્ટ તરીકે કામ કર્યું હતું. તેણે અલગ-અલગ પોઝમાં ફોટો પડાવીને સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘આર્કિટેક્ટ રિપોર્ટિંગ. મારા જૂના પ્લેયર ગ્રાઉન્ડ પર વાપસી કરી. ક્લાયન્ટની સાઇટની ઝડપી વિઝિટ કરી.`