કૃણાલ પંડ્યાની સેન્ચુરી, બરોડાની જીત

01 January, 2026 10:14 AM IST  |  Rajkot | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે બરોડાએ હૈદરાબાદ સામે ૩૭ રનથી રોમાંચક જીત મેળવી હતી

કૃણાલ પંડ્યા

વિજય હઝારે ટ્રોફીમાં રાજકોટમાં ચાલી રહેલા મુકાબલાઓમાં ગઈ કાલે બરોડાએ હૈદરાબાદ સામે ૩૭ રનથી રોમાંચક જીત મેળવી હતી. બરોડાના ટૉપના ત્રણેય બૅટરો નિત્ય પંડ્યા (૧ર૨), અમિત પાસી (૧૨૭) અને કૅપ્ટન કૃણાલ પંડ્યા (અણનમ ૧૦૯ રન)એ સેન્ચુરી ફટકારતાં ૫૦ ઓવરમાં ૪ વિકેટે ૪૧૭ રન બનાવ્યા હતા. હૈદરાબાદ જવાબમાં અભિરથ રેડ્ડી અને પ્રજ્ઞાન રેડ્ડીની સેન્ચુરી છતાં ૪૯.૫ ઓવરમાં ૩૮૦ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું અને ૩૭ રનથી એણે હાર જોવી પડી હતી. બરોડાની આ ચોથી મૅચમાં ત્રીજી જીત હતી, જ્યારે હૈદરાબાદનો આ સતત ચોથો પરાજય હતો. 

vijay hazare trophy krunal pandya baroda hyderabad cricket news sports sports news