વિજય હઝારે ટ્રોફીની નૉકઆઉટ-મૅચ માટે ઉપલબ્ધ રહેશે પ્રસિદ્ધ, દેવદત્ત અને સુંદર

09 January, 2025 09:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કર્ણાટકના કે. એલ. રાહુલે બ્રેકની વિનંતી કરી હોવાથી તે રમવા માટે ઉપલબ્ધ નહીં રહે

પ્રસિદ્ધ ક્રિષ્ના, દેવદત્ત પડિક્કલ, વૉશિંગ્ટન સુંદર

ઑસ્ટ્રેલિયા-ટૂર બાદ ભારતીય ટીમ બાવીસ જાન્યુઆરીથી ઇંગ્લૅન્ડ સામે લિમિડેટ ઓવર્સની સિરીઝ અને ફેબ્રુઆરીમાં ચૅમ્પિયન્સ ટ્રોફી રમશે. આ બધા વચ્ચે ભારતમાં ડોમેસ્ટિક ટુર્નામેન્ટ વિજય હઝારે ટ્રોફીનો નૉકઆઉટ રાઉન્ડ અને રણજી ટ્રોફીનો બીજો રાઉન્ડ રમાશે. એવામાં કેટલા પ્લેયર્સ ડોમેસ્ટિક ક્રિકેટને પ્રાધાન્ય આપે છે એના પર સૌની નજર રહેશે.

આજથી વડોદરામાં શરૂ થતી વિજય હઝારે ટ્રોફીની નૉકઆઉટ રાઉન્ડની મૅચ માટે કર્ણાટકના પ્રસિદ્ધ ક્રિષ્ના, દેવદત્ત પડિક્કલ અને તામિલનાડુના ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદર ઉપલબ્ધ રહેશે. કર્ણાટકના કે. એલ. રાહુલે બ્રેકની વિનંતી કરી હોવાથી તે રમવા માટે ઉપલબ્ધ નહીં રહે. રણજી ટ્રોફી વિશે તે પછી નિર્ણય લેશે. આંધ્ર પ્રદેશના નીતીશ કુમાર રેડ્ડી જેવા પ્લેયર્સ, જેમની ટીમ વિજય હઝારે ટ્રોફીના નૉકઆઉટમાં પહોંચી શકી નથી તે રણજી ટ્રોફીમાં રમવાનો પ્રયત્ન કરશે.

vijay hazare trophy prasidh krishna devdutt padikkal washington sundar indian cricket team india cricket news sports sports news