18 June, 2024 07:15 PM IST | Washington | Gujarati Mid-day Online Correspondent
હરિસ રઉફ (ફાઇલ તસવીર)
અમેરિકામાં આઇસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. આ ટુર્નામેન્ટનો ટોપ 8 રાઉન્ડ ચાલી રહ્યો છે જેમાંથી પાકિસ્તાનની ટીમ બહાર થઈ ગઈ છે. તેમ છતાં આખી પાકિસ્તાનની ટીમ અમેરિકામાં છુટ્ટીનો આનંદ માણી રહી છે. તે દરમિયાન હરિસ રઉફ (Viral Video) અને ફેન વચ્ચે મોટી લડાઈ થઈ હોવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
પાકિસ્તાનનો પેસ બૉલર હરિસ રઉફનો ફ્લોરિડામાં ચાહકો સાથે મોટો ઝઘડો થયો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે અમુક ફેન્સ હરિસ રઉફ સાથે ફોટો પડાવવા માગતા હતા પણ આ દરમિયાન રઉફ ગુસ્સે થતાં તેણે ચાહકોને મારવાની ધમકી પણ આપી હતી અને તે બાદ ચાહકે રઉફને ગાળ આપી હતી. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે હરિસ રઉફ તેની પત્ની સાથે લટાર મારી રહ્યો છે તે દરમિયાન આ ઘટના બની હતી. રઉફ જ્યારે આ ફેનને મારવા દોડ્યો ત્યારે તેને લાગ્યું કે ગાળ આપનાર ચાહક ભારતનો છે પણ તે તો પાકિસ્તાનનો જ ચાહક નીકળ્યો.
વીડિયોમાં સંભળાઇ રહ્યું કે છે હરિસ રઉફ તેની પત્નીની બાજુમાં (Viral Video) ઊભો રહીને કહે છે કે "આ તારું ભારત નથી," અને તે બાદ તે સીધો ફેનના જૂથને મારવા દોડે છે, પણ આ ફેન કહે છે "ના, હું પાકિસ્તાનથી છું, ફક્ત એક ફોટો જોઈએ છે, હું તમારો ચાહક છું," તે ફેને રઉફને કહ્યું હતું. તે બાદ આ ફેને કહ્યું "પાકિસ્તાની હૈ ઔર યે તેરી હાલાત હૈ. બાપ કો ગાલી દેગા," ગુસ્સે ભરાયેલા રઉફે તે બાદ તેની પત્નીને પણ ધક્કો મારીને આગળ ભાગતો જોવા મળી રહ્યો છે.
પાકિસ્તાનના નિરાશા (Viral Video) જનક પ્રદર્શન અને હાર બાદ ટીમના ચાહકોમાં ભયંકર ગુસ્સો છે. જેથી પાકિસ્તાન જઈને લોકોના ગુસ્સાનો સામનો ના કરવો પડે તે માટે કેપ્ટન બાબર આઝમ અને બીજા અનેક ખેલાડીઓએ પાકિસ્તાનને બદલે લંડન જવાનો નિર્ણય કર્યો હતો.
નવા કોચ ગેરી કીરસ્ટન પણ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનના પ્રદર્શનથી નિરાશ હતા અને વિસર્જન પછી તેમણે ડ્રેસિંગ રૂમમાં ટીમની ઝાટકણી કાઢી હતી. પાકિસ્તાનના કોચે પોતા નિવેદનમાં કહ્યું હતું કે "પાકિસ્તાનની ટીમમાં કોઈ એકતા નથી. તેઓ પોતાને ટીમ કહે છે, પરંતુ તેઓ એક ટીમ નથી. તેઓ એકબીજાને સમર્થન (Viral Video) આપતા નથી દરેક અલગ છે, ડાબે અને જમણે. મેં ઘણી ટીમો સાથે કામ કર્યું છે, પરંતુ મેં ક્યારેય આવી સ્થિતિ જોઈ નથી,".