વિજય હઝારે ટ્રોફી માટે વિરાટ કોહલીએ અલીબાગમાં પ્રૅક્ટિસ કરી

21 December, 2025 11:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રોહિત શર્માએ પણ મુંબઈમાં તૈયારી શરૂ કરી

રોહિત શર્મા અને વિરાટ કોહલી

ગઈ કાલે સોશ્યલ મીડિયા પર રોહિત શર્મા અને વિરાટ કોહલીના પ્રૅક્ટિસ-સેશનના ફોટો વાઇરલ થયા હતા. રોહિત શર્મા MCA ગ્રાઉન્ડમાં અને વિરાટ કોહલી અલીબાગમાં આગામી ૨૪ ડિસેમ્બરે શરૂ થતી ડોમેસ્ટિક ટુર્નામેન્ટ વિજય હઝારે ટ્રોફી માટે તૈયારી કરતા જોવા મળ્યાં હતા. બન્ને પ્લેયર્સ ઓછામાં ઓછી બે ગ્રુપ-સ્ટેજ મૅચ રમશે.
વિરાટ કોહલી વિકેટકીપર-બૅટર રિષભ પંતની કૅપ્ટન્સીમાં દિલ્હી માટે રમશે, જ્યારે રોહિત શર્મા ઑલરાઉન્ડર શાર્દૂલ ઠાકુરના નેતૃત્વમાં રમશે. મુંબઈની સ્ક્વૉડમાં અજિંક્ય રહાણે, યશસ્વી જાયસવાલ અને આયુષ મ્હાત્રેનું નામ હાલમાં સામેલ નથી.

virat kohli Rishabh Pant vijay hazare trophy