11 February, 2026 10:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા આયોજિત ટી. કે. રુબી VPL-T20 2026માં ગઈ કાલનો દિવસ ભારે રોમાંચક હતો
શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા આયોજિત ટી. કે. રુબી VPL-T20 2026માં ગઈ કાલનો દિવસ ભારે રોમાંચક રહ્યો હતો અને બન્ને મૅચમાં ચેઝ કરનાર ટીમનો વિજય થયો હતો. કલ્પલબ્ધિ બુલ્સે પાંચ વિકેટે RSS વૉરિયર્સને અને એમ્પાયર વૉરિયર્સે ૪ વિકેટે ટૉપ ટેન્સ લાયન્સને માત આપી હતી.
મૅચ–૧૩ : RSS વૉરિયર્સ (૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૬૮ રન – પારસ વિસરિયા ૫૭ બૉલમાં ૯૬, મિહિર બૌવા ૨૧ બૉલમાં ૨૦ અને ભાવિન ગડા ૧૧ બૉલમાં ૧૮ રન. રોમિલ ગડા ૩૨ રનમાં અને ભાવેશ ગાલા ૪૨ રનમાં બે-બે તથા રુષભ કારિયા ૨૧ રનમાં એક વિકેટ) સામે કલ્પલબ્ધિ બુલ્સ (૧૮.૫ ઓવરમાં પાંચ વિકેટે ૧૬૯ રન – વિજય નિશર ૫૧ બૉલમાં ૭૧, રિશી ફરિયા ૧૯ બૉલમાં ૨૨ અને રુષભ કારિયા ૮ બૉલમાં ૨૦ રન. વિવેક ગાલા ૩૨ રનમાં અને ભાવિન ગડા ૨૧ રનમાં બે-બે તથા મિહિર બૌવા ૨૨ રનમાં એક વિકેટ)નો પાંચ વિકેટે વિજય. મૅન ઑફ ધ મૅચઃ કલ્પલબ્ધિ બુલ્સનો વિજય નિશર (૭૧ રન અને એક કૅચ).
મૅચ–૧૪ : ટૉપ ટેન્સ લાયન્સ (૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૬૮ રન – દીપક શાહ ૨૯ બૉલમાં ૫૩, રીત ગડા ૧૮ બૉલમાં ૨૪ અને કુણાલ ગડા ૧૬ બૉલમાં ૨૨ રન. શ્રેય કારિયા હૅટ-ટ્રિક સાથે ૧૭ રનમાં ૪, રસિક સત્રા ૩૧ રનમાં બે તથા કાર્તિક ગડા ૨૯ રનમાં એક વિકેટ) સામે એમ્પાયર વૉરિયર્સ (૧૯ ઓવરમાં ૬ વિકેટે ૧૬૯ રન – પવન રીટા ૪૫ બૉલમાં ૮૦, અંકિત સાવલા ૪૬ બૉલમાં ૪૮ અને ધર્મેશ છેડા ૧૭ બૉલમાં ૨૮ રન. કુણાલ ગડા ૧૦ રનમાં ૩, ભાવિક ગિંદરા ૨૦ રનમાં અને નીર શાહ ૧૭ રનમાં એક-એક વિકેટ)નો ૪ વિકેટે વિજય. મૅન ઑફ ધ મૅચઃ એમ્પાયર વૉરિયર્સનો પવન રીટા (૪૫ બૉલમાં અણનમ ૮૦ રન).
હવે આજે સવારે જૉલી જૅગ્વાર્સ v/s સ્કૉર્ચર્સ તથા બપોરે રંગોલી વાઇકિંગ્સ v/s વિમલ વિક્ટર્સ વચ્ચે ટક્કર જામશે.