✕

WBBLમાં અનોખી ઘટના બની, એક પણ બૉલનો સામનો કર્યા વિના જ બૅટર ક્લીન બોલ્ડ થઈ ગઈ

26 November, 2026 05:31 PM IST  |  Melbourne | Gujarati Mid-day Correspondent

વિમેન્સ બિગ બૅશ લીગમાં વેસ્ટ ઇન્ડીઝની ડીઆન્ડ્રા ડૉટિન એક પણ બૉલ રમ્યા વિના અનોખી રીતે આઉટ થઈ હતી. મૅલબર્ન રેનેગેડ્સે બ્રિસબેન હીટને ત્રણ વિકેટે હરાવ્યું હતું.

WBBLમાં અનોખી ઘટના બની, એક પણ બૉલનો સામનો કર્યા વિના જ બૅટર ક્લીન બોલ્ડ થઈ ગઈ

વિમેન્સ બિગ બૅશ લીગ (WBBL)માં વેસ્ટ ઇન્ડીઝની ઑલરાઉન્ડર ડીઆન્ડ્રા ડૉટિન એક પણ બૉલ રમ્યા વગર ક્લીન બોલ્ડ આઉટ થઈને તંબુભેગી થઈ ગઈ હતી. બ્રિસબેન હીટના ૧૩૭-આઠના સ્કોર સામે મૅલબર્ન રેનેગેડ્સે ૨૦ ઓવરમાં ૧૩૮-૭નો સ્કોર કરીને મૅચ જીતી હતી.

મૅલબર્ન રેનેગેડ્સ ટીમને જીત માટે ૩૧ બૉલમાં ૪૧ રનની જરૂર હતી ત્યારે ડીઆન્ડ્રા ડૉટિનની અનોખી વિકેટ પડી હતી. છઠ્ઠા ક્રમે રમવા આવેલી આ ઑલરાઉન્ડર અગાઉની બૅટર આઉટ થયાના ૭૫ સેકન્ડની અંદર બોલનો સામનો કરવા માટે તૈયાર થઈ શકી નહોતી. પિચથી દૂર ઊભા રહીને તે ફક્ત ગ્લવ્ઝ પહેરીને સમય પસાર કરી રહી હતી. ટુર્નામેન્ટના નિયમો અનુસાર સ્પિનર ​​સૅરા ગ્લેને અમ્પાયર પાસેથી સ્ટમ્પ પર બોલિંગ કરવાની છૂટ મેળવી લીધી હતી. સ્ટમ્પ પર બૉલ વાગ્યો એના પરિણામે ડીઆન્ડ્રા ડૉટિન એક પણ બૉલનો સામનો કર્યા વિના આઉટ થઈ હતી. 

cricket news australia sports news sports melbourne