અમે હવે પછી દરેક મૅચ ફાઇનલ સમજીને જ રમીશું : રાશિદ ખાન

19 September, 2021 01:54 PM IST  |  Mumbai | Agency

બોલિંગ ઉપરાંત હું મારી બૅટિંગમાં સુધારો કરવા માટે છેલ્લા દોઢેક વર્ષથી ખૂબ મહેનત કરી રહ્યો છું. હું જુદા-જુદા શૉટ્સ માટે પણ પ્રૅક્ટિસ કરી રહ્યો છું. 

અમે હવે પછી દરેક મૅચ ફાઇનલ સમજીને જ રમીશું : રાશિદ ખાન

દર વર્ષે ટૉપ-ફોરમાં રહેવા ટેવાયેલી સનરાઇઝર્સ હૈદરાબાદ આઇપીએલની આ ૧૪મી સીઝનમાં ભારે સંઘર્ષ કરી રહી છે. ભારતમાં રમાયેલી આ સીઝનની ૭ મૅચમાંથી તેઓ ફક્ત ૧ જ જીતી શક્યા છે અને તેમણે એ દરમ્યાન કૅપ્ટન ડેવિડ વૉર્નરને બદલે કેન વિલિયમસનને કૅપ્ટન બનાવવો પડ્યો હતો. હવે હૈદરાબાદે પ્લે-ઑફ માટેની આશા જીવંત રાખવા માટે યુએઈમાં રમાનારી બાકીની ૭ મૅચમાં જબરું કમબૅક કરવું પડશે. હૈદરાબાદનો સ્ટાર સ્પિનર રાશિદ ખાન પણ કહે છે કે અમે હવે દરેક મૅચ ફાઇનલની જેમ જ રમીશું. અમને વધુ પરાજય પોસાય એમ નથી. 
રાશિદ ખાને કહ્યું કે ‘ભારતમાં રમાયેલો પ્રથમ હાફ અમારે માટે સારો નહોતો રહ્યો, પણ અમે એકજૂટ થઈને પૉઝિટિવ જ વિચારી રહ્યા છીએ અને આ સીઝનને સરસ રીતે ખતમ કરવા માટે અમે બધા પ્રયત્નશીલ છીએ. અમે હવે દરેક મૅચ ફાઇનલની જેમ જ રમીશુ. ઉપરાંત મને આશા છે કે ધ હન્ડ્રેડ અને ટી૨૦ બ્લાસ્ટ ટુર્નામેન્ટનું હું મારું ફૉર્મ જાળવી રાખીશ. આ બન્ને ટુર્નામેન્ટમાં મારા શાનદાર ફૉર્મને લીધે જ હું ઇચ્છતો હતો કે આઇપીએલ જલદી શરૂ થાય. બોલિંગ ઉપરાંત હું મારી બૅટિંગમાં સુધારો કરવા માટે છેલ્લા દોઢેક વર્ષથી ખૂબ મહેનત કરી રહ્યો છું. હું જુદા-જુદા શૉટ્સ માટે પણ પ્રૅક્ટિસ કરી રહ્યો છું. 

cricket news sports sports news