કૅરિબિયન ટીમ સામે ન્યુ ઝીલૅન્ડ ૧૪ વર્ષથી વન-ડે સિરીઝ નથી હાર્યું

11 July, 2026 09:37 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ન્યુ ઝીલૅન્ડ-વેસ્ટ ઇન્ડીઝે એકબીજા સામે ૬-૬ વન-ડે સિરીઝ જીતી છે

વેસ્ટ ઇન્ડીઝના કૅપ્ટન શાઇ હોપ અને મિચલ સૅન્ટનરનો ફાઇલ ફોટો.

આજે મધરાતે ૧૨ વાગ્યાથી આગામી ૨૨ જુલાઈ વચ્ચે યજમાન વેસ્ટ ઇન્ડીઝ અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે પાંચ વન-ડે મૅચની સિરીઝ રમાશે. બન્ને ટીમો વચ્ચે ૧૯૭૫થી ૨૦૨૫ વચ્ચે ૭૧ વન-ડે મૅચ રમાઈ છે. એમાંથી ન્યુ ઝીલૅન્ડ ૩૩ મૅચ અને વેસ્ટ ઇન્ડીઝ ૩૧ મૅચ જીત્યું છે. ૭ મૅચ નો-રિઝલ્ટ રહી છે. ૧૯૮૪થી બન્ને દેશો વચ્ચે ૧૩ વન-ડે સિરીઝ રમાઈ છે. ન્યુ ઝીલૅન્ડ ૬ સિરીઝ અને વેસ્ટ ઇન્ડીઝ ૬ સિરીઝ જીત્યું છે, જ્યારે ૨૦૧૩-’૧૪માં એક સિરીઝ ડ્રૉ રહી હતી. ત્યાર બાદની ત્રણેય સિરીઝ ન્યુ ઝીલૅન્ડે જીતી છે. આ હરીફ સામે વેસ્ટ ઇન્ડીઝે છેલ્લે ૨૦૧૨માં વન-ડે સિરીઝ જીતી હતી. 

એક પણ પ્રોફેશનલ મૅચ ન રમનાર ૧૯ વર્ષના ખેલાડીની કૅરિબિયન ટીમમાં એન્ટ્રી

૧૯ વર્ષના વિટેલ લૉઝને ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં પહેલી વખત કૅરિબિયન ટીમમાં સામેલ થવાની તક મળી છે. આ રિસ્ટ સ્પિનરે હજી સુધી સિનિયર લેવલે કોઈ ફર્સ્ટ ક્લાસ મૅચ, લિસ્ટ-A મૅચ કે T20 મૅચ રમી નથી. હાલમાં રમાયેલા અન્ડર-19 વર્લ્ડ કપ 2026માં તેણે વેસ્ટ ઇન્ડીઝ માટે પાંચ મૅચમાં ૧૦ વિકેટ લીધી હતી. 

west indies new zealand sports news sports cricket news