વેસ્ટ ઇન્ડીઝે ઑસ્ટ્રેલિયાને ૪-૧થી હરાવ્યું, લુઇસે તોડ્યો ગેઇલનો રેકૉર્ડ

18 July, 2021 04:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સૌથી ઓછી ૪૨ ઇનિગ્સમાં ૧૦૦ સિક્સર ફટકારનાર બૅટ્સમૅન બન્યો છે. આ પહેલાં ૪૯ ઇનિંગ્સનો રેકૉર્ડ ક્રિસ ગેઇલના નામે હતો.

પ્રતીકાત્મક તસવીર

પાંચમી અને છેલ્લી ટી૨૦ મૅચ વેસ્ટ ઇન્ડીઝે ૧૬ રનથી જીત મેળવીને સિરીઝ ૪-૧થી જીતી લીધી હતી. વેસ્ટ ઇન્ડીઝે એરવિન લુઇસની ૩૪ બૉલમાં ૯ સિક્સર અને ચાર ફોર સાથે ૭૯ રનની ધમાકેદાર ઇનિંગ્સના જોરે ૧૯૯ રન બનાવ્યા હતા. ઑસ્ટ્રેલિયા ૯ વિકેટે ૧૮૩ રન બનાવી શકતા ૧૬ રનથી હાર જોવી પડી હતી. 
મૅચમાં ૯ સિક્સર સાથે લુઇસે ટી૨૦માં ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં સિક્સરની સેન્ચુરી પૂરી કરી લીધી હતી. તે સૌથી ઓછી ૪૨ ઇનિગ્સમાં ૧૦૦ સિક્સર ફટકારનાર બૅટ્સમૅન બન્યો છે. આ પહેલાં ૪૯ ઇનિંગ્સનો રેકૉર્ડ ક્રિસ ગેઇલના નામે હતો.

cricket news sports news sports