✕

પ્રથમ ટેસ્ટમાં બંગલાદેશને ૮ વિકેટે હરાવીને વેસ્ટ ઇન્ડીઝે ૧-૦થી લીડ મેળવી

01 November, 2026 09:37 AM IST  |  Bangladesh | Gujarati Mid-day Correspondent

જીતવા માટે મળેલા ૧૭૦ રનના લક્ષ્યાંકનો પીછો કરતાં વેસ્ટ ઇન્ડીઝે ઓવરદીઠ આશરે પાંચ રનની ઝડપે રન બનાવીને માત્ર બે વિકેટના ભોગે ૧૭૦ રન કરી લીધા હતા. બ્રૅન્ડન કિંગ ૮૧ રન બનાવીને અણનમ રહ્યો હતો, જ્યારે કાવેમ હૉજે તેને બીજા છેડે સારો ટેકો આપ્યો હતો.

જોમેલ વૉરિકન પહેલી ઇનિંગ્સમાં પાંચ અને બીજી ઇનિંગ્સમાં ૪ વિકેટ લઈને પ્લૅયર ઑફ ધ મૅચ રહ્યો હતો.

રૉસ્ટન ચેઝની ઘાતક બૉલિંગ (પાંચ વિકેટ) અને બ્રૅન્ડન કિંગની શાનદાર અણનમ અડધી સદીના જોરે વેસ્ટ ઇન્ડીઝે શનિવારે ઢાકામાં પ્રથમ ટેસ્ટ-મૅચમાં બંગલાદેશને ૮ વિકેટે પરાજય આપ્યો છે. આ વિજય સાથે પ્રવાસી કૅરિબિયન ટીમે બે ટેસ્ટ-મૅચની શ્રેણીમાં ૧-૦ની સરસાઈ મેળવી લીધી છે.

જીતવા માટે મળેલા ૧૭૦ રનના લક્ષ્યાંકનો પીછો કરતાં વેસ્ટ ઇન્ડીઝે ઓવરદીઠ આશરે પાંચ રનની ઝડપે રન બનાવીને માત્ર બે વિકેટના ભોગે ૧૭૦ રન કરી લીધા હતા. બ્રૅન્ડન કિંગ ૮૧ રન બનાવીને અણનમ રહ્યો હતો, જ્યારે કાવેમ હૉજે તેને બીજા છેડે સારો ટેકો આપ્યો હતો. આ પરિણામ સાથે વેસ્ટ ઇન્ડીઝે એક દિવસ બાકી રાખીને જ મૅચ પોતાના નામે કરી લીધી હતી.

ચોથા દિવસની શરૂઆતમાં બંગલાદેશે પોતાની બીજી ઇનિંગ્સ ૬ વિકેટે ૭૯ રનથી આગળ ધપાવી હતી અને ટીમ પોતાની લીડ ૧૦૦ રનથી આગળ લઈ જવાની આશા રાખતી હતી. જોકે નઈમ હસનના પ્રતિકાર છતાં વેસ્ટ ઇન્ડીઝના બોલર્સે બંગલાદેશને મોટો સ્કોર કરવા દીધો નહોતો અને આખી ટીમને ૧૪૨ રનમાં સમેટી લીધી હતી.

સંક્ષિપ્ત સ્કોરબોર્ડ

બંગલાદેશ: ૨૭૨ અને ૧૪૨ (નઈમ હસન ૫૨, જાકેર અલી ૨૨; રૉસ્ટન ચેઝ ૫-૩૬, જોમેલ વૉરિકન ૪-૬૩)

વેસ્ટ ઇન્ડીઝ: ૨૪૫ અને બે વિકેટે ૧૭૦ (બ્રૅન્ડન કિંગ ૮૧*, જૉન કૅમ્પબેલ ૪૯; હસન મહમૂદ ૧-૧૪, શોરિફુલ ઇસ્લામ ૧-૨૦)

west indies bangladesh test cricket cricket news sports sports news