ક્રિસ ગેઇલ જોધપુરમાં રમ્યો ગરબા

03 October, 2022 12:56 PM IST  |  Jodhpur | Gujarati Mid-day Correspondent

આ ટીમના ખેલાડીઓ કૅપ્ટન વીરેન્દર સેહવાગ તેમ જ ક્રિસ ગેઇલ સહિતના ખેલાડીઓ સ્ટેજ પર રાસ-ગરબા રમ્યા હતા

ક્રિસ ગેઇલ જોધપુરમાં રમ્યો ગરબા

લેજન્ડ્સ લીગ ક્રિકેટની ગુજરાત જાયન્ટ્સ ટીમે શનિવારે જોધપુરમાં નવરા‌ત્રિની ઉજવણીમાં ભાગ લીધો હતો. આ ટીમના ખેલાડીઓ કૅપ્ટન વીરેન્દર સેહવાગ તેમ જ ક્રિસ ગેઇલ સહિતના ખેલાડીઓ સ્ટેજ પર રાસ-ગરબા રમ્યા હતા. સામાન્ય રીતે ક્રિકેટના જર્સી અને ટ્રાઉઝરમાં જોવા મળતા આ ખેલાડીઓ પરંપરાગત પોશાકમાં સજ્જ હતા અને તેમની સાથે પાર્થિવ પટેલ તેમ જ કેવિન ઓબ્રાયન, ગ્રેમ સ્વૉન, રિચર્ડ લિવી અને અજંતા મેન્ડિસ પણ જોડાયા હતા.

sports news sports cricket news chris gayle jodhpur