19 July, 2025 02:37 PM IST | Kingston | Gujarati Mid-day Correspondent
વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ પ્લેયર્સ ક્રિસ ગેઇલ, ડ્વેઇન બ્રાવો અને કાઇરોન પોલાર્ડે લૉન્ચ કરી આ અનોખી જર્સી
ઇંગ્લૅન્ડમાં શરૂ થયેલી વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સની બીજી સીઝનમાં વેસ્ટ ઇન્ડીઝ ચૅમ્પિયન્સની ટીમ આજે એ.બી. ડિવિલિયર્સની સાઉથ આફ્રિકા સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ પહેલાં ગઈ કાલે ક્રિસ ગેઇલની ટીમે અનોખી જર્સી લૉન્ચ કરી હતી. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ટીમની જર્સી પર ગોલ્ડ હશે. દુબઈ સ્થિત લૉરેન્ઝ લક્ઝરી બ્રૅન્ડે ટીમના સ્પૉન્સર્સ સાથે મળીને ૩૦ ગ્રામ, ૨૦ ગ્રામ અને ૧૦ ગ્રામ વજનના ૧૮ કૅરૅટ ગોલ્ડથી જડિત જર્સી તૈયાર કરી છે. વેસ્ટ ઇન્ડીઝના મહાન ક્રિકેટરોના સમૃદ્ધ વારસાને ટ્રિબ્યુટ આપવા માટે બનાવેલી આ જર્સીને ક્રિકેટ-ઇતિહાસની સૌથી મોંઘી જર્સી ગણાવવામાં આવી રહી છે.