30 June, 2026 10:23 AM IST | Antigua | Gujarati Mid-day Correspondent
આમિર જંગૂ ૨૩૩ રન કરીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો
બે ટેસ્ટ-મૅચની સિરીઝની પહેલી મૅચમાં શ્રીલંકા સામે યજમાન વેસ્ટ ઇન્ડીઝે એક ઇનિંગ્સ અને ૨૧૭ રનથી જીત નોંધાવી હતી.
વર્તમાન વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં ૭ હાર અને એક ડ્રૉ મૅચ બાદ કૅરિબિયન ટીમે પહેલી જીત મેળવી છે.
પહેલી ઇનિંગ્સમાં ૩૦૮ રન કરનાર શ્રીલંકા ચોથા દિવસે બીજી ઇનિંગ્સમાં ૩૧.૨ ઓવરમાં ૧૦૧ રન કરીને ઑલઆઉટ થયું હતું.
વેસ્ટ ઇન્ડીઝે પોતાની પહેલી ઇનિંગ્સમાં ૧૬૦.૫ ઓવરમાં ૬૨૬-૯નો સ્કોર કર્યો હતો.