૪૯૧૨ વન-ડે રમાઈ છે, પહેલી વાર તમામ ૫૦ ઓવર સ્પિનરોએ ફેંકી

22 October, 2025 11:19 AM IST  |  Bangladesh | Gujarati Mid-day Correspondent

વેસ્ટ ઇન્ડીઝના પાંચ સ્પિનરોએ ૧૦-૧૦ ઓવરનો સ્પેલ કરીને રચ્યો ઇતિહાસ

૪૯૧૨ વન-ડે રમાઈ છે, પહેલી વાર તમામ ૫૦ ઓવર સ્પિનરોએ ફેંકી

બંગલાદેશ સામેની ત્રણ વન-ડેની સિરીઝની બીજી મૅચમાં વેસ્ટ ઇન્ડીઝે પહેલાથી લઈને ૩૦૦મા બૉલ સુધી માત્ર સ્પિનરોને બોલિંગ આપીને ઇતિહાસ રચ્યો છે. ૪૯૧૨ વન-ડે ક્રિકેટ મૅચોના ઇતિહાસમાં પહેલી જ વખત કોઈ ટીમે તમામ ૫૦ ઓવર સ્પિનરોને ફેંકવા આપી હતી. વેસ્ટ ઇન્ડીઝના પાંચ સ્પિનરોએ ૧૦-૧૦ ઓવરના સ્પેલ કરીને યજમાન બંગલાદેશને ૫૦ ઓવરમાં સાત વિકેટે ૨૧૩ રને રોક્યું હતું.

આ પહેલાં વન-ડેમાં સૌથી વધુ સ્પિનરોની બોલિંગના ત્રણ સંયુક્ત રેકૉર્ડ શ્રીલંકાને નામે હતા. શ્રીલંકાએ ૧૯૯૬માં વેસ્ટ ઇન્ડીઝ, ૧૯૯૮માં ન્યુ ઝીલૅન્ડ અને ૨૦૦૪માં ઑસ્ટ્રેલિયા સામેની વન-ડેમાં ૨૬૪ બૉલ એટલે કે ૪૪ ઓવર સ્પિનરો પાસે જ કરાવી હતી. 

west indies bangladesh cricket news sports news sports sri lanka australia