મને એવું લાગે છે કે દૂધમાંથી માખી કાઢીને ફેંકી દેવામાં આવી

03 September, 2025 09:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતની T20 ટીમમાં રિષભ પંતની ગેરહાજરી પર આકાશ ચોપડા બોલ્યો...

આકાશ ચોપડા

ભારતનો વિકેટકીપર-બૅટર રિષભ પંત જુલાઈ ૨૦૨૪ બાદ ટીમ માટે T20 ઇન્ટરનૅશનલ રમી શક્યો નથી. ઇંગ્લૅન્ડ ટેસ્ટ-ટૂર પર થયેલા પગના ફ્રૅક્ચરને કારણે તે T20 એશિયા કપ 2025ની સ્ક્વૉડમાં પણ સામેલ થઈ શક્યો નહોતો. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપડાએ T20 ટીમમાંથી રિષભ પંતની ગેરહાજરી પર મોટી કમેન્ટ કરી છે. 

આકાશ ચોપડાએ કહ્યું કે ‘મને ખૂબ જ આશ્ચર્ય થાય છે કે કોઈ રિષભ પંત વિશે વાત કરતું નથી. રિષભ પંત આપણે જીતેલા T20 વર્લ્ડ કપ 2024માં ટીમ માટે સૌથી વધુ રન ફટકારવામાં ત્રીજા ક્રમે હતો. એવું લાગે છે કે દૂધમાંથી માખી કાઢીને ફેંકી દેવામાં આવી હોય. કોઈ તેના વિશે વાત કરી રહ્યું નથી. IPL 2025માં સારું પ્રદર્શન ન હોવું પણ એક કારણ હોઈ શકે છે, પરંતુ તેના વિશે વાત ન કરવી એ વિચિત્ર છે.’

IPL 2025માં ૨૭ વર્ષનો અને ૨૭ કરોડ રૂપિયાની કિંમત ધરાવતો રિષભ પંત ૧૪ મૅચમાં ૨૬૯ રન જ કરી શક્યો હતો. 

sports news sports indian cricket team cricket news Rishabh Pant t20 asia cup 2025