09 November, 2025 11:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિમેન્સ વર્લ્ડ કપ ચૅમ્પિયન કૅપ્ટન હરમનપ્રીત કૌર
ભારતની પહેલી વિમેન્સ વર્લ્ડ કપ ચૅમ્પિયન કૅપ્ટન હરમનપ્રીત કૌરે ફાઇનલ મૅચ પહેલાંની એક રસપ્રદ ઘટનાનો ખુલાસો કર્યો છે. તેણે ICCના ઇન્ટરવ્યુમાં કહ્યું કે ‘મૅચની આગલી રાત્રે સચિન (તેન્ડુલકર) સરે ફોન કર્યો હતો. તેમણે પોતાનો અનુભવ શૅર કર્યો અને અમને કહ્યું કે સંતુલન જાળવી રાખો. જ્યારે રમત ઝડપથી આગળ વધી રહી હોય ત્યારે એને થોડી ધીમી કરો. એને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરો, કારણ કે જ્યારે તમે ખૂબ ઝડપથી રમવા જાઓ છો ત્યારે ડગમગવાની શક્યતા રહે છે. આપણે એનાથી બચવું જોઈએ.’
પાંચ વર્લ્ડ કપ રમી ચૂકેલી હરમનપ્રીત કૌરે આ ઇન્ટરવ્યુમાં ICCના ચૅરમૅન જય શાહની પ્રશંસા કરી હતી. તેણે વિમેન્સ ક્રિકેટ માટે કરેલા પ્રયાસો અને પરિવર્તન બદલ જય શાહનો આભાર માન્યો હતો. હરમનપ્રીતે ક્રિકેટ બોર્ડના સમર્થનનો પણ ઉલ્લેખ કર્યો હતો. ક્રિકેટ બોર્ડે તમામ સિરીઝ, ટ્રેઇનિંગ-કૅમ્પ સહિતની સુવિધાઓ માટે પ્લેયર્સ અને કોચને સહકાર આપ્યો હતો.