અજિત આગરકરની ચીફ સિલેક્ટરની પોસ્ટ પર હવે કોણ બિરાજમાન થશે?

18 September, 2026 12:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રજ્ઞાન ઓઝા અને પાર્થિવ પટેલનાં નામ ચર્ચામાં

અજિત આગરકરની ચીફ સિલેક્ટરની પોસ્ટ માટે અત્યારે પ્રજ્ઞાન ઓઝા અને પાર્થિવ પટેલનાં નામ ચર્ચામાં છે

ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અજિત આગરકરનો ભારતીય મેન્સ ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટરનો કાર્યકાળ અંતના આરે છે. અજિત આગરકરનો વર્તમાન કાર્યકાળ ૪ ઑક્ટોબર સુધીનો છે અને અત્યાર સુધી તેના કાર્યકાળને લંબાવવા વિશે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

વેસ્ટ ઇન્ડીઝ સિરીઝ માટે ભારતની વન-ડે અને T20 ટીમોની પસંદગી કરવા માટે બુધવારે યોજાયેલી બેઠક મુખ્ય પસંદગીકાર તરીકે અજિત આગરકરની લગભગ છેલ્લી બેઠક હતી. જુલાઈ ૨૦૨૩થી તે આ પસંદ સંભાળી રહ્યો છે.

અહેવાલો અનુસાર નવા ચીફ સિલેક્ટર તરીકે બે નામ ચર્ચામાં છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો પાર્થિવ પટેલ અને પ્રજ્ઞાન ઓઝા આ પદ મેળવાની રેસમાં સૌથી આગળ છે. પ્રજ્ઞાન ઓઝા હાલમાં સિલેક્શન કમિટીનો જ ભાગ છે, જ્યારે પાર્થિવ પટેલ ગુજરાત ટાઇટન્સમાં કોચ છે.

ajit agarkar pragyan ojha parthiv patel indian cricket team team india india board of control for cricket in india cricket news sports sports news