✕

શ્રીલંકાના વાઇટ-બૉલ ક્રિકેટના કૅપ્ટન કુસલ મેન્ડિસને ટેસ્ટ-ટીમની પણ જવાબદારી સોંપવામાં આવી

09 October, 2026 05:57 PM IST  |  Colombo | Gujarati Mid-day Correspondent

૭૫ ટેસ્ટ-મૅચ, ૧૫૯ વન-ડે અને ૧૦૯ T20 રમી ચૂકેલો કુસલ મેન્ડિસ પ્રથમ વખત ટેસ્ટ-ક્રિકેટમાં કૅપ્ટન્સી કરશે.

કુસલ મેન્ડિસ

શ્રીલંકાના ટેસ્ટ-કૅપ્ટન ધનંજય ડી સિલ્વાના રાજીનામાની જાહેરાત થયાના થોડા જ કલાકોમાં શ્રીલંકા ક્રિકેટ બોર્ડે કુસલ મેન્ડિસને નવા ટેસ્ટ-કૅપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે. ૩૧ વર્ષનો વિકેટકીપર-બૅટર કુસલ મેન્ડિસ શ્રીલંકાની T20 અને વન-ડે ટીમમાં પણ કૅપ્ટન છે. ૭૫ ટેસ્ટ-મૅચ, ૧૫૯ વન-ડે અને ૧૦૯ T20 રમી ચૂકેલો કુસલ મેન્ડિસ પ્રથમ વખત ટેસ્ટ-ક્રિકેટમાં કૅપ્ટન્સી કરશે.

sri lanka t20 international test cricket sports news sports