Women`s ODI series: ઓસ્ટ્રેલિયાએ છેલ્લા રોમાંચક બોલ પર ભારતને 5 વિકેટે હરાવ્યું

24 September, 2021 08:33 PM IST  |  Mackay | Gujarati Mid-day Online Correspondent

ઓસ્ટ્રેલિયાને છેલ્લી ઓવરમાં 13 રનની જરૂર હતી અને મેચના છેલ્લા બોલે જીત પૂરી કરી હતી.

સ્મૃતિ મંધાના. ફાઇલ તસવીર

ઓપનર બેથ મૂનીએ શાનદાર અણનમ સદી ફટકારી ઓસ્ટ્રેલિયાને ત્રણ મેચની શ્રેણીની બીજી મહિલા વનડેમાં રોમાંચક અંતિમ બોલમાં ભારત સામે પાંચ વિકેટથી જીત અપાવી હતી, જેને પગલે હવે ઓસ્ટ્રેલિયાએ શ્રેણી પોતાના નામે કરી છે.

ઓસ્ટ્રેલિયાને છેલ્લી ઓવરમાં 13 રનની જરૂર હતી અને મેચના છેલ્લા બોલે જીત પૂરી કરી હતી. મુની 125 રને નોટ-આઉટ રહી હતી જ્યારે નિકોલા કેરી 39 રને નોટ-આઉટ હતી. અનુભવી ઝુલન ગોસ્વામીના બે નો બોલે છેલ્લી ઓવરમાં બાજી પલટી હતી.

અગાઉ, ઓપનર સ્મૃતિ મંધાનાએ 86 રન ફટકાર્યા હતા અને ભારતે સાત વિકેટે 274 રન બનાવ્યા હતા. મંધાનાએ પોતાની 19મી અડધી સદી નોંધાવવા માટે 11 બાઉન્ડ્રી ફટકારી હતી. તેણીએ બે નિર્ણાયક ભાગીદારી કરી - રિચા ઘોષ (44) સાથે 76 રન અને શફાલી વર્મા (22) સાથે 74 રન - ભારતને સ્પર્ધાત્મક ટાર્ગેટ આપવામાં સફળતા આપવી હતી.

સંક્ષિપ્ત સ્કોર: ભારત 50 ઓવરમાં 7 વિકેટે 274 (સ્મૃતિ મંધાના 86, રિચા ઘોષ 44; તાહલિયા મેકગ્રા (3/45), સોફી મોલિનેક્સ (2/28), ડાર્સી બ્રાઉન (1/63)

ઓસ્ટ્રેલિયા: 50 ઓવરમાં 275/5 (બેથ મૂની નોટ-આઉટ 125, તાહલિયા મેકગ્રા 74)

sports sports news cricket news indian womens cricket team india australia