આજે હરમનપ્રીત કૌર ઍન્ડ કંપની સામે અજેય ઑસ્ટ્રેલિયાનો પડકાર

12 October, 2025 10:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૯૭૮થી ૨૦૨૫ દરમ્યાન બન્ને ટીમ વચ્ચે ૫૯ વિમેન્સ વન-ડે મૅચ રમાઈ છે

ત્રણમાંથી બે જીત અને રદ મૅચ સહિત પાંચ પૉઇન્ટ સાથે ઑસ્ટ્રેલિયા હાલમાં પૉઇન્ટ-ટેબલમાં નંબર-વન ટીમ છે

વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ 2025ની ૧૩મી મૅચ આજે વિશાખાપટનમમાં યજમાન ભારત અને ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. ત્રણમાંથી બે જીત અને રદ મૅચ સહિત પાંચ પૉઇન્ટ સાથે ઑસ્ટ્રેલિયા હાલમાં પૉઇન્ટ-ટેબલમાં નંબર-વન ટીમ છે. ત્રણ મૅચમાં ચાર પૉઇન્ટ સાથે ત્રીજા ક્રમે રહેલી હરમનપ્રીત કૌર ઍન્ડ કંપનીને છેલ્લી મૅચમાં સાઉથ આફ્રિકા સામે હાર મળતાં વિજયરથ 
અટક્યો હતો.

૧૯૭૮થી ૨૦૨૫ દરમ્યાન બન્ને ટીમ વચ્ચે ૫૯ વિમેન્સ વન-ડે મૅચ રમાઈ છે જેમાંથી ઑસ્ટ્રેલિયાએ ૪૮ અને ભારતે માત્ર ૧૧ મૅચ જીતી છે. વર્લ્ડ કપ પહેલાં જ ઑસ્ટ્રેલિયાએ ભારત સામે સતત અગિયારમી દ્વિપક્ષીય વન-ડે સિરીઝ જીતી હતી. આક્રમક ઑસ્ટ્રેલિયન ટીમ સામે જીતવા માટે ભારતના ટૉપ ઑર્ડર બૅટર્સે શાનદાર ફૉર્મમાં કમબૅક કરવું પડશે. જ્યારે બોલિંગ યુનિટે પોતાનું ધમાકેદાર પ્રદર્શન જાળવી રાખવું પડશે.

sports news sports indian cricket team cricket news indian womens cricket team womens world cup australia