17 March, 2025 08:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હરમનપ્રીત કૌર
WPL 2025માં દિલ્હી કૅપિટલ્સને આઠ રને હરાવીને મુંબઈ ઇન્ડિયન્સ બીજી વાર ચૅમ્પિયન બન્યું છે. મુંબઈ ટાર્ગેટ ડિફેન્ડ કરીને આ ટુર્નામેન્ટની ફાઇનલ જીતનારી પહેલી ટીમ બની છે. ૧૪૯ રનનો ફાઇનલ મૅચનો હાઇએસ્ટ સ્કોરનો રેકૉર્ડ પણ એના નામે થયો છે. આખી સીઝનના પ્રદર્શનના આધારે આપવામાં આવતા નવમાંથી પાંચ અવૉર્ડ મુંબઈની ટીમે જ જીત્યા હતા.
હરમનપ્રીત કૌર ૧૫૦ના સ્ટ્રાઇક-રેટથી નવ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૪૪ બૉલમાં ૬૬ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી. WPLની ફાઇનલમાં રમાયેલી આ સૌથી મોટી વ્યક્તિગત ઇનિંગ્સ હતી. આ પ્રદર્શન બદલ તે ફાઇનલમાં પ્લેયર ઑફ ધ મૅચ અવૉર્ડ જીતી હતી. તેણે ફાઇનલ મૅચમાં કૅપ્ટન તરીકે ફિફ્ટી ફટકારનાર અને પ્લેયર ઑફ ધ મૅચ જીતવાની સિદ્ધિ મેળવી હતી.
WPL 2025ના અવૉર્ડ
મોસ્ટ વૅલ્યુએબલ પ્લેયર : નૅટ સાયવર-બ્રન્ટ (૫૨૩ રન, ૧૨ વિકેટ) (મુંબઈ)
ઑરેન્જ કૅપ : નૅટ સાયવર-બ્રન્ટ (૧૦ ઇનિંગ્સમાં ૫૨૩ રન) (મુંબઈ)
પર્પલ કૅપ : મેલી કૅર (૧૦ ઇનિંગ્સમાં ૧૮ વિકેટ) (મુંબઈ)
ઇમર્જિંગ પ્લેયર ઑફ ધ સીઝન : અમનજોત કૌર (૧૨૮ રન, પાંચ વિકેટ) (મુંબઈ)
ગ્રીન ડોટ બૉલ ઑફ ધ સીઝન : શબનમ ઇસ્માઇલ (૧૩૧ ડોટ બૉલ) (મુંબઈ)
સુપર સ્ટ્રાઇકર ઑફ ધ સીઝન : ચિનેલ હેન્રી (૧૯૬.૩૮) (યુપી વૉરિયર્સ)
કૅચ ઑફ ધ સીઝન : એનાબેલ સધરલૅન્ડ (દિલ્હી કૅપિટલ્સ)
એક સીઝનમાં સૌથી વધુ છગ્ગા : ઍશ્લે ગાર્ડનર (૧૮ છગ્ગા) (ગુજરાત)
ફેરપ્લે અવૉર્ડ : ગુજરાત જાયન્ટ્સ