13 December, 2024 10:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રવીણ તાંબે
ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન મિતાલી રાજે વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ના ઑક્શન પહેલાં ગુજરાત જાયન્ટ્સ સાથેનો પોતાનો કરાર સમાપ્ત કર્યો હતો. મેન્ટર અને સલાહકાર ગુમાવ્યા બાદ ગઈ કાલે ગુજરાતની ફ્રૅન્ચાઇઝીએ પોતાના નવા બૅટિંગ અને બોલિંગ-કોચની જાહેરાત કરી હતી. ફ્રૅન્ચાઇઝીએ મુંબઈના ભૂતપૂર્વ લેગ-સ્પિનર પ્રવીણ તાંબેને બોલિંગ અને ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર ડૅનિયલ માર્શને બૅટિંગ-કોચ નિયુક્ત કર્યા છે. ગઈ સીઝનમાં ટીમમાં સામેલ થયેલા ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર માઇકલ ક્લિન્ગર જાયન્ટ્સના હેડ કોચ તરીકે યથાવત્ રહેશે.