27 November, 2025 10:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિમેન્સ પ્રીમિયર લીગની ટ્રોફી
ભારતની રાજધાની દિલ્હીમાં આજે બપોરે ૩.૩૦ વાગ્યાથી વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની ચોથી સીઝનનું ઑક્શન શરૂ થશે. રીટેન પ્લેયર્સની જાહેરાત બાદ પાંચ ટીમો વચ્ચે ૭૩ સ્લૉટ ખાલી છે જેમાં ૫૦ ભારતીય અને ૨૩ વિદેશી પ્લેયર્સની જગ્યા છે. એક ટીમ પોતાની સ્ક્વૉડમાં ઓછામાં ઓછા ૧૫ અને વધુમાં વધુ ૧૮ પ્લેયર્સ રાખી શકે છે.
ઑક્શન માટે કુલ ૨૭૭ પ્લેયર્સનાં નામ ઑક્શન-લિસ્ટમાં છે જેમાંથી ૧૯૪ ભારતીય અને ૮૩ વિદેશી પ્લેયર્સ છે. વન-ડે વર્લ્ડ કપમાં ધમાલ મચાવનાર સ્ટાર પ્લેયર્સ દીપ્તિ શર્મા, રેણુકા સિંહ ઠાકુર, લૉરા વૉલ્વાર્ટ સહિત દિલ્હી કૅપિટલ્સને ત્રણ વખત ફાઇનલ સુધી પહોંચાડનાર મેગ લેનિંગ પર મોટી બોલી લાગે એવી અપેક્ષા છે.
કોની પાસે કેટલાં RTM કાર્ડ બચ્યાં છે?
ઑક્શન દરમ્યાન ટીમ પાસે પોતાની જૂની પ્લેયરને હરીફ ટીમની બોલીની સમાન રકમ આપીને ખરીદવાની તક હશે. એના માટે રાઇટ ટુ મૅચ (RTM) કાર્ડનો ઉપયોગ થઈ શકે છે. પાંચ-પાંચ પ્લેયર રીટેન કર્યા હોવાથી દિલ્હી અને મુંબઈ માટે RTM કાર્ડની સંખ્યા ઝીરો છે. બૅન્ગલોરે ચાર પ્લેયર રીટેન કર્યા હોવાથી તેમની પાસે એક કાર્ડ છે, જ્યારે ગુજરાત પાસે ત્રણ અને યુપી પાસે હાઇએસ્ટ ચાર RTM કાર્ડ છે.
કોની પાસે કેટલું બજેટ બાકી છે?
યુપી વૉરિયર્સ : ૧૪.૫ કરોડ
ગુજરાત જાયન્ટ્સ : ૯ કરોડ
રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ : ૬.૧૫ કરોડ
મુંબઈ ઇન્ડિયન્સ : ૫.૭૫ કરોડ
દિલ્હી કૅપિટલ્સ : ૫.૭૦ કરોડ
કોની પાસે કેટલાં સ્પૉટ ખાલી છે?
યુપી વૉરિયર્સ : ૧૭
ગુજરાત જાયન્ટ્સ : ૧૬
રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ : ૧૪
મુંબઈ ઇન્ડિયન્સ : ૧૩
દિલ્હી કૅપિટલ્સ : ૧૩